07 May, 2024 05:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન હાલમાં ઇનસિક્યૉર બની હોવાની ચર્ચા ચાલી રહી છે. તેણે સાઉથના ઍક્ટર યશની ‘ટૉક્સિક’ માટે ના પાડી દીધી હતી. એ પછી એને માટે નયનતારાનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. કરીનાએ એ ફિલ્મ પોતાની પાસે એને માટે તારીખ ન હોવાથી છોડી દીધી હોવાની શક્યતા હતી. જોકે કરીના હાલમાં કોઈ ફિલ્મ પર કામ નથી કરી રહી. તેને માટે તારીખ આપવું સહેલું હતું. આ ફિલ્મ છોડવા માટેનું કારણ તેનું પાત્ર કેટલું છે એના પર નિર્ભર હતું. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને શ્રુતિ હાસન પણ છે એથી કરીનાને લાગી રહ્યું હતું કે તેનો જેટલો સ્ક્રીન-ટાઇમ છે એટલામાં તેને લાઇમલાઇટ પોતાની તરફ ખેંચવાનો ચાન્સ નહીં મળે એટલે તેણે ફિલ્મ માટે ના પાડી હશે એવી ચર્ચા છે. આથી ફિલ્મ છોડવાના કારણને લઈને એવી ચર્ચા ચાલી રહી છે કે તેના પાત્રને લઈને તે ઇનસિક્યૉર થઈ ગઈ હતી.
F1 ડ્રાઇવર ચાર્લ્સ લેકલર્ક સાથેના ઇબ્રાહિમના ફોટો પર કરીનાએ કમેન્ટ કરી : તુમ્હારા કોઈ હક નહીં બનતા કિ તુમ ઇતને હૅન્ડસમ લગો
ઇબ્રાહિમ અલી ખાનના ફોટો પર કરીના કપૂર ખાને કમેન્ટ કરતાં લોકોને ‘કભી ખુશી કભી ગમ’ની પૂજાની યાદ આવી ગઈ હતી. ઇબ્રાહિમે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. તેણે હાલમાં અમેરિકામાં યોજાયેલી ફૉર્મ્યુલા વન (F1) માયામી ગ્રાં પ્રિમાં હાજરી આપી હતી. એ દરમ્યાન તે F1 ફેરારી ડ્રાઇવર ચાર્લ્સ લેકલર્કને મળ્યો હતો. તેની સાથેનો ફોટો શૅર કરીને ઇબ્રાહિમે કૅપ્શન આપી હતી, ‘ચાર્લ્સ પણ કન્ફ્યુઝ થઈ ગયો હતો કે હું ફેરારી ડ્રાઇવર છું.’ એ ફોટો જોયા બાદ સોશ્યલ મીડિયા પર યુઝર્સ સૈફ અલી ખાનની ‘તા રા રમ પમ’ની સીક્વલની ડિમાન્ડ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એમાં ઇબ્રાહિમને પસંદ કરવામાં આવે. આ ફોટો પર કરીનાએ કમેન્ટ કરી હતી, ‘તુમ્હારા કોઈ હક નહીં બનતા કિ તુમ ઇતને હૅન્ડસમ લગો.’