ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

18 June, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર્સની સમોસા પાર્ટી, હનીમૂન એન્જૉય કરી રહી છે એવલિન શર્મા અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ

‘હૉટ ગર્લ સમર’

પ્રિયંકા ચોપડા જોનસે તેની મિરર સેલ્ફી શૅર કરી છે. એ સેલ્ફીમાં મેગન ધ સ્ટેલિયનનું ‘હૉટ ગર્લ સમર’ ગીત ચાલી રહ્યું છે. સાથે જ તેણે સ્માઇલિંગ સૂરજનું સ્ટ‌િકર પણ એના પર ઉમેર્યું છે. પ્રિયંકાનો લૂક ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહ્યો છે. તેણે વાઇટ ક્રૉપ ટૉપ, ડેનિમ શૉર્ટ્સ અને સ્નીકર્સ પહેર્યાં છે. પ્રિયંકા હાલમાં લંડનમાં છે. તે ઍમેઝૉનની સ્પાય-સિરીઝ ‘સિટાડેલ’માં જોવા મળવાની છે. મિરર સેલ્ફીને પ્રિયંકે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી.

 

સ્મૃતિ ઈરાનીએ વેલકમ ડ્ર‌િન્ક્સમાં ચાની જગ્યાએ કાઢો આપ્યો મનીષ પૉલને

સ્મૃતિ ઈરાનીએ મનીષ પૉલને વેલકમ ડ્ર‌િન્કમાં ચાની જગ્યાએ કાઢો આપ્યો હતો. મનીષ હાલમાં જ યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને મળવા તેમના ઘરે ગયો હતો અને સ્મૃતિ ઈરાનીએ જે રીતે વજન ઊતાર્યું છે એને કારણે આ ઇમેજ ઘણી જ વાઇરલ થઈ છે. સ્મૃતિએ ચાની જગ્યાએ કાઢો આપવાનું વધુ હિતાવહ સમજ્યું હતું. મનીષ પૉલે કૅપ્શન આપી હતી કે ‘એક કપ કાઢો પીવડાવવા માટે સ્મૃતિ ઈરાની મૅડમનો આભાર. શું સમય આવી ગયો છે... ચાની જગ્યાએ દરેક વ્યક્તિ કાઢો પી રહી છે. જોકે મને આમંત્રણ આપવા માટે તમારો આભાર. ફક્ત ફોટો માટે માસ્ક હટાવવામાં આવ્યો હતો. દરેકને પ્રેમ.’

 

હનીમૂન એન્જૉય કરી રહી છે એવલિન શર્મા

એવલિન શર્મા અને તુષાન ભીંડી હનીમૂનને એન્જૉય કરી રહ્યાં છે. તેમણે થોડા સમય પહેલાં જ લગ્ન કરી લીધાં છે. આ બન્નેએ નજીકનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં ઑસ્ટ્રેલિયામાં લગ્ન કરી લીધાં હતાં. હનીમૂનના ફોટો એવલિને સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. એ ફોટો બીચ પરનો છે. બીચ પર તેઓ કિસ કરી રહ્યાં છે તો અન્ય ફોટોમાં તેઓ ડાન્સ પણ કરી રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એવલિને કૅપ્શન આપી હતી કે અમારી બેસ્ટ લાઇફ.

 

વર્કઆઉટ મૉર્નિંગ્સ

ક્રિતી ખરબંદાએ તેનું વર્કઆઉટ મૉર્નિંગ્સ શૅર કર્યું છે. ફોટોમાં તે સ્પોર્ટ્સ આઉટફિટમાં છે અને કૅમેરા સામે સ્માઇલ કરી રહી છે. વર્કઆઉટ કરીને તેના ચહેરા પર ગ્લો આવી ગયો છે. ક્રિતીએ હાલમાં જ ઍક્ટિંગમાં ૧૨ વર્ષ પૂરાં કર્યાં છે. એની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. વર્કઆઉટ બાદનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી, વર્કઆઉટ મૉર્નિંગ્સ.

 

ફિલ્મમેકર્સની સમોસા પાર્ટી

ફિલ્મમેકર્સ અનુભવ સિંહા, હંસલ મેહતા, અનુરાગ કશ્યપ, સુધીર મિશ્રા અને કેતન મહેતાએ સમોસા પાર્ટી કરી હતી. આ મુલાકાતનો ફોટો અનુભવ સિંહાએ શૅર કર્યો છે. આ ફોટોને જોઈને દિયા મિર્ઝાએ કમેન્ટ કરી હતી કે ‘અરે બાપ રે, દિગ્ગજ લોગ.’ આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુભવ સિંહાએ કૅપ્શન આપી હતી કે ‘આટલા બધા ફ્રેન્ડ્સ એકસાથે આવતાં ઑફિસ પણ ગર્વ અનુભવી રહી છે. બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અમે ભરપૂર સમોસાં ખાધાં હતાં.’

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra smriti irani manish paul kriti kharbanda anubhav sinha hansal mehta anurag kashyap ketan mehta sudhir mishra