27 December, 2025 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
આજે સલમાન ખાન ૬૦ વર્ષ પૂરાં કરીને ૬૧મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. સલમાનની આ ૬૦મી વર્ષગાંઠની ઉજવણી ગઈ કાલે રાત્રે તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં કરવામાં આવી હોવાની ચર્ચા છે. સલમાને હંમેશાંની જેમ આ વખતે પણ તેના આ ખાસ દિવસની ઉજવણી પરિવારજનો, નજીકના મિત્રો અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કેટલાક પસંદગીના સાથીદારો સાથે કરવાનું પસંદ કર્યું છે.