રણવીર ફિલ્મની તૈયારી કરવા ફાઇવસ્ટાર હોટેલમાં રહી આવ્યો

16 October, 2014 05:36 AM IST  | 

રણવીર ફિલ્મની તૈયારી કરવા ફાઇવસ્ટાર હોટેલમાં રહી આવ્યો

સંજય લીલા ભણસાલીની આ રોમૅન્ટિક ફિલ્મમાં રણવીર પેશવા બાજીરાવનો રોલ અદા કરી રહ્યો છે. આ ફિલ્મ બાજીરાવ અને તેની બીજી પત્ની મસ્તાનીના રોમૅન્સ વિશે છે. રણવીરના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે ‘રણવીરના બધા દિગ્દર્શકો રણવીરની મહેનત અને રોલમાં એકરૂપ થઈ જવાની ટેવને લીધે તેની પ્રશંસા કરે છે. રણવીરે હોટેલમાં જવું પસંદ કર્યું હતું કારણ કે તેને આ અઘરા અને પડકારરૂપ રોલ માટે  તૈયારી કરવી હતી. રણવીર હોટેલમાં ચાર-પાંચ દિવસ રહ્યો હતો અને ત્યાર બાદ પોતાને ઘરે પાછો ફયોર્  હતો.’હોટેલના એક અધિકારીએ રણવીર પોતાની હોટેલમાં રહ્યો હોવાની બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ‘રણવીરે અમને વિનંતી કરી હતી કે તેની અહીં હાજરીની જાણ કોઈને ન થાય. તે મોટે ભાગે પોતાની રૂમમાં જ રહેતો હતો અને માત્ર કેટલાક નજીકના મિત્રો અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને જ મળતો હતો.’