14 July, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્મિલા ટાગોર
શર્મિલા ટાગોર જ્યારે કરીઅરની ટોચ પર હતાં ત્યારે તેમણે ક્રિકેટર મનસૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યાં અને લગ્ન પછી પણ તેમણે કામ ચાલુ રાખ્યું હતું. શર્મિલાએ બહુ સારી રીતે અંગત તેમ જ વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવી રાખ્યું. શર્મિલા જાણતાં હતાં કે અંગત જીવન અને ઘરમાં શાંતિ જાળવવા માટે શું કરવું જોઈએ અને દીકરી સોહા અલી ખાનને પણ તેમણે લગ્નજીવન લાંબું ટકાવી રાખવા સલાહ આપી હતી કે પુરુષનો ઈગો સાચવી લેવો જોઈએ
હાલમાં એક ઇન્ટરવ્યુમાં સોહાએ કહ્યું, ‘મારી મમ્મીએ મને કહ્યું હતું કે સ્ત્રીએ પુરુષના ઈગોનું ધ્યાન રાખવું જોઈએ અને પુરુષે સ્ત્રીની લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ, જો તું આ કરવામાં સફળ થઈશ તો તારો સંબંધ લાંબો અને સફળ રહેશે. આજે ઘણા લોકોને લાગશે કે પુરુષોમાં પણ લાગણીઓ હોય છે અને સ્ત્રીઓમાં પણ ઈગો હોય છે, પરંતુ આ સલાહ મારા માટે ખૂબ કામની રહી છે. મને લાગે છે કે લાંબા ગાળાના સંબંધો સૌથી પડકારજનક હોય છે અને એમાં તમને મિત્રોની જરૂર હોય છે અને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.’