ટિકટૉક બૅન: બોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર છે સૌથી વધારે ઍક્ટિવ

30 June, 2020 12:37 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ટિકટૉક બૅન: બોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર છે સૌથી વધારે ઍક્ટિવ

શિલ્પા શેટ્ટી

ભારત સરકારે 59 ચાઇનીઝ એપ પર ભારતમાં બૅન મૂકી દીધો છે, જેમાં વીડિયો શૅરિંગ એપ ટિકટૉક ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને એન્ટરટેઇન્મેન્ટનું સારું સાધન છે. કેટલાય બોલીવુડ સેલેબ્સ પણ આ એપ પર ખૂબ જ ઍક્ટિવ છે અને પોતાના વીડિયો શૅર કરતાં રહે છે. સ્ટાર્સના મિલિયન્સમાં ફૉલોવર્સ છે અને સ્ટાર્સ આ અકાઉન્ટ પરથી જાહેરાતો પણ કરે છે. એવામાં જાણીએ કયા કયા એવા સ્ટાર્સ છે જે ટિકટૉક પર ઍક્ટિવ છે અને તેમના કેટલા ફૉલોવર્સ છે...

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીના 19.6 મિલિયન એટલે કે લગભગ એક કરોડ 96 લાખ ફૉલોવર્સ છે. શિલ્પાએ લૉકડાઉનમાં ટિકટૉક પર ઘણાં વીડિયોઝ શૅર કર્યા છે.

રિતેશ દેશમુખ-15.9 મિલિયન
રિતેશ દેશમુખ એવો એક્ટર છે, જે ટિકટૉક પર ખૂબ જ ઍક્ટિવ છે. રિતેશ ઘણાં ફની વીડિયો પણ ટિકટૉક પર બનાવતા રહે છે. તેમના એપ પર લગભગ એક કરોડ 59 લાખ ફૉલોવર્સ છે.

ઉર્વશી રૌતેલા- 8 મિલિયન
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ હિટ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ટિકટૉક પર 80 લાખ ફૉલોવર્સ છે. ઉર્વશી આના દ્વારા ઘણી પહેલ પણ કરી ચૂકી છે.

જેકલીન ફર્નાન્ડિસ- 13.6 મિલિયન
જેકલીન પણ ઘણીવાર ટિકટૉક પર પોતાના વીડિયો બનાવતી રહે છે અને ઘણાં પ્રમોશન વીડિયો પણ જેકલીને બનાવ્યા છે. તેના એપ પર 1 કરોડ 36 લાખ ફૉલોવર્સ છે.

હિના ખાન
ટીવી અભિનેત્રી હિના ખાનના પણ ટિકટૉક પર 3.9 મિલિયન એટલે કે 39 લાખ ફૉલોવર્સ છે.

નેહા કક્કર
નેહા કક્કર ટિકટૉક પર ખૂબ જ ઍક્ટિવ છે અને ઘણીવાર પોતાના સિંગિંગ વીડિયો પણ શૅર કરતી હોય છે. તેના આ એપ પર એક કરોડ 72 લાખ ફૉલોવર્સ છે.

riteish deshmukh shilpa shetty bollywood tiktok bollywood gossips bollywood news jacqueline fernandez