શાનદાર ઍક્શન બાદ ટાઇગર હવે ગીત ગાશે

08 September, 2020 08:05 PM IST  |  Mumbai | Agencies

શાનદાર ઍક્શન બાદ ટાઇગર હવે ગીત ગાશે

ટાઇગર શ્રૉફ

પોતાના ફૅન્સને ધમાકેદાર ઍક્શનથી મનોરંજન પૂરું પાડનાર ટાઇગર શ્રોફ હવે તેના ફૅન્સ માટે ગીત ગાતો પણ જોવા મળશે. તેનું એક ગીત ‘અનબિલિવેબલ’ રિલીઝ થવાનું છે. આ ગીતને બિગ બૅન્ગ મ્યુઝિકે પ્રોડ્યુસ કર્યું છે. આ મ્યુઝિક વિડિયોને ફિલ્મમેકર પુનીત મલ્હોત્રાએ ડિરેક્ટ અને પરેશે કોરિયોગ્રાફી કરી છે. એ આલબમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટાઇગર શ્રોફે કૅપ્શન આપી હતી, ‘હું હંમેશાં ગીત ગાવા અને મારા પોતાના ગીત પર ડાન્સ કરવા માગતો હતો. જોકે એ કરવા માટે મારામાં હિમ્મત નહોતી. એને એક્સ્પ્લોર કરવા માટે ખૂબ સમય આપ્યો અને આ લૉકડાઉનમાં એના પર કામ કરીને કંઈક નવું ડિસ્કવર કર્યું છે. મારા માટે તો આ ‘અનબિલિવેબલ’ અનુભવ છે. તમારી સાથે મારા આ કામને વહેલી તક શૅર કરવા માટે ઉત્સાહી છું.’

bollywood bollywood news bollywood gossips tiger shroff