આઠ બૅડરૂમનાં આલિશાન એપાર્ટમેન્ટમાં એપ્રિલમાં શિફ્ટ થશે ટાઇગર શ્રોફ

29 November, 2019 10:26 AM IST  |  Mumbai

આઠ બૅડરૂમનાં આલિશાન એપાર્ટમેન્ટમાં એપ્રિલમાં શિફ્ટ થશે ટાઇગર શ્રોફ

ટાઈગર શ્રૉફ

ટાઇગર શ્રોફ ખારમાં ખરીદેલા તેનાં આઠ બૅડરૂમનાં ભવ્ય ફ્લેટમાં પરિવાર સાથે એપ્રિલમાં શિફ્ટ થવાનો છે. આ ઘરના ડૅકોરેશનનુ અને દરેક બાબતનું તેની મમ્મી આયેશા શ્રોફ ઝીણવટપૂર્વક ધ્યાન રાખી રહી છે. એ ઘરમાં એક જિમનો પણ સમાવેશ કરવામાં આવશે. ટાઇગર ઘણાં સમયથી પ્રોપર્ટીની શોધ કરી રહ્યો હતો અને એનો અંત આઠ બૅડરૂમના ઘર સાથે થયો હતો. આ મહિનાની શરૂઆતમાં જ એ મકાનની ડીલ કરવામાં આવી હતી. તેની ફૅમિલી પણ ટાઇગરનાં આ ઘરથી ખૂબ ખુશ છે. જૉન એબ્રાહમના ભાઈ એલન એબ્રાહમે તેનાં ઘરનાં ઇન્ટિરીયરની જવાબદારી લીધી છે. જૉનનાં ઘરને એલાને જ ડૅકોરેટ કર્યું છે અને તેનું કામ ટાઇગરને પણ ખૂબ પસંદ પડ્યુ છે. ટાઇગરની ઇચ્છા છે કે તેનુ આ નવુ ઘર અત્યાધુનિક તો હોય જ પણ સાથે જ એને ભરચક બનાવવામાં ન આવે.

tiger shroff john abraham ayesha shroff