સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની નિષ્ફળતા વિશે ટાઇગર શ્રોફે કહ્યું...

03 March, 2020 03:40 PM IST  | 

સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની નિષ્ફળતા વિશે ટાઇગર શ્રોફે કહ્યું...

ટાઇગર શ્રોફ ગઈ કાલે જુહુમાં આવેલી એક હોટેલમાં જોવા મળ્યો હતો. તે તેની આગામી ફિલ્મ ‘બાગી ૩’નું પ્રમોશન કરી રહ્યો હતો. આ પ્રમોશનમાં તે કિક મારતો હોય એવો પોઝ આપતો જોવા મળ્યો હતો. તસવીર : સતેજ શિંદે

‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’એ બૉક્સ-ઑફિસ પર કમાલ ન દેખાડતાં ટાઇગર શ્રોફે જણાવ્યું હતું કે તેના ફૅન્સ તેને ઑન-સ્ક્રીન મારા ખાતા નથી જોઈ શકતા. કરણ જોહરની આ ફિલ્મ દ્વારા અનન્યા પાન્ડે અને તારા સુતરિયાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મની નિષ્ફળતા વિશે ટાઇગર શ્રોફે કહ્યું હતું કે ‘મારા ફૅન્સ દ્વારા મને ઘણાબધા ફીડબૅક મળતા હતા. તેમણે હંમેશાં મને વન મૅન આર્મી તરીકે દરેક સ્થિતિને એકલા હાથે સંભાળતા જોયો છે અને આ ફિલ્મમાં કૉલેજમાં મારે માર ખાવો પડ્યો હતો. આ વાત તેમને પસંદ નહોતી પડી. મને લાગે છે કે આ મારી ભૂલ છે અને મારી નિષ્ફળતા છે કે હું એને દમદાર રીતે ભજવી ન શક્યો.

કોઈ પણ ઍક્શન ફિલ્મ હોય તો એની સાથે સ્ટોરી જોડાયેલી હોય એ ખૂબ જરૂરી છે. ‘બાગી 3’માં મોટા ભાગના સ્ટન્ટ રિયલ છે. માત્ર થોડી જ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ વિશે ટાઇગરે કહ્યું હતું કે ‘જો ઍક્શન ફિલ્મમાં કોઈ ઇમોશન ન હોય, એની પાછળ કોઈ સચોટ કારણ ન હોય તો એ ઍક્શન નામમાત્ર રહી જાય છે અને એ ફિલ્મમાં શોભાના પૂતળા સમાન દેખાય છે. જો ઍક્શન પાછળ કોઈ કારણ હોય તો એની અસર અનેકગણી વધી જાય છે. દર્શકો પણ એની સાથે જોડાઈ જાય છે. આ ફિલ્મ મૅન વર્સસ મૅન, મૅન વર્સસ મશીન્સ અને મૅન વર્સસ નેચરને દેખાડશે. હું હૅલિકૉપ્ટર્સ અને ટૅન્ક્સ સાથે લડી રહ્યો છું. ફિલ્મના ટ્રેલરમાં જે પણ ઍક્શન દેખાય છે એ રિયલ છે. ફિલ્મમાં ખૂબ જ ઓછી વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનું પૂરું શ્રેય અહમદ સર અને સાજિદ સરને હું આપું છું.’

bollywood tiger shroff bollywood news bollywood gossips student of the year