ટાઇગર શ્રોફ મુન્ના માઇકલમાં તેના પપ્પા જૅકી શ્રોફને ટ્રિબ્યુટ આપશે

11 February, 2017 07:42 AM IST  | 

ટાઇગર શ્રોફ મુન્ના માઇકલમાં તેના પપ્પા જૅકી શ્રોફને ટ્રિબ્યુટ આપશે

આ ફિલ્મમાં ટાઇગરે તેના પપ્પા જૅકી શ્રોફની સ્ટાઇલનો ગેટઅપ કર્યો હતો અને આ ગીત દ્વારા તેણે જૅકી શ્રોફને સલામી પણ આપી છે. આ ફિલ્મમાં ટાઇગર નવોદિત અભિનેત્રી નિધિ અગરવાલ સાથે જોવા મળી રહ્યો છે. આ વિશે ટાઇગર કહે છે, ‘ફિલ્મના સેટ પર ગણેશ આચાર્ય હોવાથી મારે તેમના ડાન્સ-સ્ટેપની કૉપી જ કરવાની હતી. આ ગીત દ્વારા મેં મારા પપ્પાને ટ્રિબ્યુટ આપી છે. મુન્ના કરતાં વધુ સારી રીતે હું તેમને ટ્રિબ્યુટ આપી શકું એવું મને નથી લાગતું.’