વૉર માટે ઇટલીના ૧૦૦થી વધુ ઘર પર ટાઇગરે માર્યા કૂદકા

28 September, 2019 05:53 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

વૉર માટે ઇટલીના ૧૦૦થી વધુ ઘર પર ટાઇગરે માર્યા કૂદકા

ટાઇગર શ્રોફ (ફાઇલ ફોટો)

મુંબઈ : ટાઇગર શ્રોફે તેની ‘વૉર’ના એક દૃશ્ય માટે ઇટલીમાં લગભગ ૧૦૦ ઘર પર કૂદાકૂદ કરી હતી. એક દૃશ્યમાં ટાઇગરે પાર્કઅવર્સ કરવાનું હતું. પાર્કઅવર્સ એટલે કે એક ઘરથી પરથી બીજા ઘર પર કૂદકા મારીને જવું એ. સાઉથ ઇટલીમાં આવેલા માતેરામાં આ દૃશ્ય શૂટ કરવામાં આવ્યું હતું. ટાઇગર તેની ફિટનેસને લઈને જાણીતો છે એથી તેના માટે આ કોઈ મોટી વાત નહોતી. જોકે તેણે આ દૃશ્ય દ્વારા બૉલીવુડના ઍક્ટર્સ માટે એક નવો રેકૉર્ડ સેટ કર્યો છે. પાર્કઅવર્સ દૃશ્ય માટે તેણે લગભગ સૌ ઘર પર કૂદાકૂદ કરી હતી. ‘વૉર’માં હૃતિક રોશન અને ટાઇગર વચ્ચે ઘમાસાન ઍક્શન જોવા મળશે. આ ફિલ્મ બે ઑક્ટોબરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. આ વિશે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘ઇન્ડિયામાં ટાઇગરથી સારું પાર્કઅવર્સ દૃશ્ય કોઈ નહીં ભજવી શકે. અમે તેની આ સ્કિલને ‘વૉર’ દ્વારા દુનિયા સમક્ષ લાવવા ઇચ્છતાં હતાં. ‘વૉર’ દ્વારા દર્શકોને ઍક્શન દૃશ્યનો ભરપૂર રોમાંચ મળે એ માટે અમે ખાસ સ્ટન્ટ કોરિયોગ્રાફ કર્યા છે અને એમાનું આ એક દૃશ્ય છે. આ માટે અમે ખાસ સાઉથ ઇટલીના માતેરામાં ગયા હતા જેથી અમે લોકેશનને પણ સુંદર રીતે રજૂ કરી શકીએ. માતેરાના ઘર એકદણ યુનિક છે. દરેક ઘર એકબીજાને જોડીને છે. કેટલાક ઘરની બાજુમાં સાંકડો રસ્તો પણ હોય છે. બે ઘર વચ્ચે જે ઓછી જગ્યા છે એને કારણે અમારા માટે આ લોકેશન ઉત્તમ હતું. શૂટિંગના ચાર દિવસ પહેલાં ટાઇગર ત્યાં પહોંચી ગયો હતો. તેણે ત્રણ દિવસ સુધી એની પ્રેક્ટિસ કરી હતી. તેણે લગભગ ૧૦૦ ઘર પરથી કૂદવાનું હોવાથી તેના માટે આ ખૂબ જ મુશ્કેલ દૃશ્ય હતું. આ દૃશ્ય શૂટ કરવા માટે અમને એક દિવસનો સમય લાગ્યો હતો.’

tiger shroff hrithik roshan bollywood bollywood news