બાગી 3 જાણો આર. જે. હર્ષિલના મતે કેવી છે ફિલ્મ, મળ્યા કેટલા સ્ટાર

06 March, 2020 08:04 PM IST  |  Mumbai Desk | RJ Harshil

બાગી 3 જાણો આર. જે. હર્ષિલના મતે કેવી છે ફિલ્મ, મળ્યા કેટલા સ્ટાર

બાગી 3

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર 'બાગી-3' આજે એટલે કે 6 માર્ચ રિલીઝ થઈ ચૂકી છે. એક્શન અને થ્રિલથી ભરપૂર આ ફિલ્મની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે ફિલ્મ આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે પણ તેને જોયા પછી જાણે દર્શકોને પૂરતો સંતોષ મળ્યો નથી.

જાણીએ આર. જે હર્ષિલના મતે કેવી છે ફિલ્મ બાગી 3.

બાગી 3 વિશે વાત કરતાં આર. જે. હર્ષિલે કહ્યું કે, "ટાઇગર શ્રોફ પોતાના મોટાભાઇ વિક્રમ રિતેશ દેશમુખ માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે...ભાઇને કોઇ હાથ લગાડે એ એને સહન ન થાય. કોઇ અગમ્ય કારણો સર એનો એ જ ભાઇ પોલીસ બને છે (કેમ મને ખબર ન પડી) અને પાછો એને સીરિયા મોકલવામાં આવે છે. (એકાદ ફાલતું રિઝન ઉભું કરાવીને) અને પછી ભાઇને બચાવવા ટાઇગર આખું સીરિયા માથે લે છે...."

વધુમાં આર જે હર્ષિલ ફિલ્મ વિશે કહે છે કે, "ભાઇ બૂમ પાડે એટલે સ્લાઇડ મારીને આવી જવાનું ને બધાંને એકલા હાથે ધોઇ નાખવાના એટલું જ જેકીપુત્રનું કામ... નો ડાઉટ એક્શન સીક્વન્સ અને ડાન્સની મહેનત માટે ટાઇગરની ટેલેન્ટને શ્રેય આપવો ઘટે.. ટાઇગરના 90 ટકા સીન એક્શનના છે અને 10 ટકા એક્ટિંગ અને 10 ટકા કાપીને હું 90 ટકા એને આપું છું ઇમોશનલ સીન્સમાં ટાઇગર સખત વીક.. શ્રદ્ધા ઇઝ ફન ઑન સ્ક્રીન બટ ફિલ્મમાં એનું કામ નહોતું... રીતેશ ઇઝ અ ગુડ એક્ટર પણ આ કેરેક્ટરમાં ન ગમ્યો અનફીટ.. દોડતો દોડતો ટાઇગર ચોપરની છક પર ચડી જાય... 3 હેલિકોપ્ટર એકબીજાની ઉપર જ ક્રેશ થાય અને ટાઇગર ડાઇવ મારીને બધાંની ઉપર ઉભો હોય... સખત હંબક સીન્સ...પણ નાના છોકરાઓને ગમે.. ટાઇગર શ્રોફની ફિલ્મ એવું લખવું જોઇએ કે 18 કે તેથી નાની ઉંમરના લોકો માટે જ હું હર્ષિલ આપું છું 5માંથી 2.5 સ્ટાર"

bollywood movie review bollywood bollywood news bollywood gossips baaghi