Tiger 3 OTT Release:નેટફ્લિક્સ નહિ તો ક્યાં રિલીઝ થશે સલમાનની ટાઈગર 3? જાણો અહીં

04 December, 2023 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tiger 3 OTT Release: ટાઈગર 3 લગભગ મહિના પછી એમેઝૉન પ્રાઈમ ઈન્ડિયા પર ચાહકો માટે રિલીઝ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા શાહરુખ ખાનની પઠાણ પણ એમેઝૉન પ્રાઈમ પર જોવા મળી હતી.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

Tiger 3 OTT Release: મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ટાઈગર 3માં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશમી લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 12 ડિસેમ્બરના રોજ વિશ્વના સિનેમાઘરોની સાથે ભારતના સિનેમાઘરોમાં પણ રિલીઝ થઈ હતી. વાયઆરએફ સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ ટાઈગર 3, જે વર્ષ 2017માં ટાઈગર ઝિંદા હૈની ફૉલો અપ છે. સલમાન ખાનની આ ફિલ્મ વિશ્વમાં 450 કરોડથી વધારેનું કલેક્શન કરી ચૂકી છે. જ્યારે ભારતમાં 300 કરોડ પાર કરવાની લગભગ નજીક છે. તો હજી 21 દિવસ પછી ફિલ્મના ઓટીટી રિલીઝની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Tiger 3 OTT Release: માહિતી પ્રમાણે, ટાઈગર 3 લગભગ મહિના પછી એમેઝૉન પ્રાઈમ ઈન્ડિયા પર ચાહકો માટે રિલીઝ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા શાહરુખ ખાનની પઠાણ પણ એમેઝૉન પ્રાઈમ પર જોવા મળી હતી. તો હવે વાયઆરએફની આ ફિલ્મ પણ એમેઝૉન પ્રાઈમ પર રિલીઝ થવા માટે તૈયાર જોવા મળી રહી છે.

Tiger 3 OTT Release: ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરના રોજ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સૅમ બહાદૂર પણ રિલીઝ થઈ છે. જેને કારણે ટાઈગર 3ના કલેક્શન પર ઊંડી અસર પડી છે. ફિલ્મનું કલેક્શ 1થી દોઢ કરોડ વચ્ચે અટકી ગયું છે. જો કે ફિલ્મ પહેલા જ 300 કરોડના બજેટની કમાણી હાંસલ કરી ચૂકી છે, જેમાં ભારતમાંથી 280 કરોડ અને વિશ્વમાંથી 459 કરોડની કમાણી ટાઈગર 3 એ કરી લીધી છે.

નોંધનીય છે કે ‘ટાઇગર 3’નો બિઝનેસ જેટલો જલદી પહેલા અઠવાડિયામાં થયો હતો એટલો જ જલદી બીજા અઠવાડિયામાં તૂટી રહ્યો છે. આ ફિલ્મ જો બીજા અઠવાડિયામાં સારો બિઝનેસ ન કરી શકી તો એ ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. દિવાળી એટલે કે બારમી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. સલમાન ખાન, ઇમરાન હાશ્મી અને કૅટરિના કૈફની આ ફિલ્મે પહેલા દિવસે ૪૩ કરોડ, બીજા દિવસે ૫૮ કરોડ, ત્રીજા દિવસે ૪૩.૫૦ અને પાંચમા દિવસે ૨૦.૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસ હવે વધુ ઓછો થઈ રહ્યો છે. આ ફિલ્મના ઍડ્વાન્સ બુકિંગને કારણે ફિલ્મને ખૂબ જ ફાયદો થયો હતો. જોકે હવે એના બિઝનેસ પર અસર જોઈ શકાય છે. આ અસર બીજા અઠવાડિયાના શુક્રવારથી જોવા મળી રહી છે. આ ફિલ્મે ગયા શુક્રવારે હિન્દીમાં ૧૩ કરોડ, શનિવારે ૧૮.૨૫ કરોડ, રવિવારે ૧૯.૨૫ કરોડ અને સોમવારે ૭.૨૫ કરોડની સાથે ટોટલ ૨૩૧.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયાની ફાઇનલ મૅચને કારણે આ ફિલ્મના બિઝનેસ પર ખૂબ જ અસર પડી હતી. તેમ જ સોમવારે પણ ખૂબ જ ઓછો બિઝનેસ થયો હતો. સલમાન ખાનની ફી અને ફિલ્મનું જે બજેટ છે એને જોતાં આ ફિલ્મનો બિઝનેસ ખૂબ જ ઓછો છે. ફિલ્મ પ્રૉફિટમાં જાય અને થોડોઘણો નફો દેખાય એ માટે પણ ફિલ્મે હજી બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારું પર્ફોર્મ કરવું પડશે. સલમાન ખાનની આ ફિલ્મ પણ ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થશે એવી આશા રાખવામાં આવી રહી હતી. જોકે જે રીતે બિઝનેસ તૂટી રહ્યો છે એને જોઈને એ મુશ્કેલ લાગી રહ્યું છે.

Salman Khan tiger amazon prime Shah Rukh Khan katrina kaif emraan hashmi bollywood news bollywood gossips bollywood entertainment news