પ્રિયંકા-નિકનું થૅન્ક્સ ગિવિંગ સેલિબ્રેશન

30 November, 2019 10:56 AM IST  |  Mumbai

પ્રિયંકા-નિકનું થૅન્ક્સ ગિવિંગ સેલિબ્રેશન

પ્રિયંકા અને નિક

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસે અમેરિકામાં થૅન્કસ ગિવિંગ સેલિબ્રેશનની શરૂઆત ભરપૂર ફૂડ સાથે કરી છે. અમેરીકામાં આ એક મોટો ઉત્સવ ગણવામાં આવે છે. દર વર્ષે નવેમ્બરનાં ચોથા ગુરુવારે આ દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રિયંકા કામમાંથી બ્રેક લઈને હઝબન્ડ નિક સાથે સેલિબ્રેશનમાં મગ્ન છે. થોડા સમય પહેલા નેટફ્લિક્સની ‘ધ વાઇટ ટાઇગર’નાં શૂટિંગ માટે પ્રિયંકા ભારતમાં આવી હતી. આ સેલિબ્રેશન માટે ડાઇનિંગ ટેબલ અલગ-અલગ ફૂડથી સજાવવામાં આવ્યુ હતું. એની ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નિકે સૌને થૅન્કસ ગિવિંગની શુભકામના આપી હતી. બીજી તરફ નિક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘દરેકને થૅન્કસ ગિવિંગની શુભકામનાઓ. મને મળેલી લાઇફ અને એની સાથે સંકળાયેલા આશિર્વાદથી હું ખૂબ આભારી છું. હંમેશાં પ્રેમ અને આનંદ મળે.’

priyanka chopra Nick Jonas entertaintment