આ ફિલ્મે અનેક રીતે મારી લાઇફ સાવ બદલી નાખી છે: યામી ગૌતમ

13 January, 2021 10:45 AM IST  |  Mumbai | Agency

આ ફિલ્મે અનેક રીતે મારી લાઇફ સાવ બદલી નાખી છે: યામી ગૌતમ

યામી ગૌતમ

‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની રિલીઝને બે વર્ષ પૂરાં થતાં યામી ગૌતમે જણાવ્યું કે આ ફિલ્મ તેની લાઇફમાં ઘણાંબધાં પરિવર્તન લાવી છે. ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ, કીર્તિ કુલ્હારી, પરેશ રાવલ અને મોહિત રૈના પણ લીડ રોલમાં હતો. આ ફિલ્મ ભારતનાં ઉરી પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત હતી. ફિલ્મમાં યામી અન્ડરકવર ઇન્ટેલિજન્સ બ્યુરો એજન્ટ પલ્લવી શર્માની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મને લઈને યામીએ કહ્યું હતું કે ‘આજે ‘ઉરી’ની પલ્લવીને યાદ કરું છું તોss ખૂબ અદ્ભુત લાગણી આવે છે. આજે ફિલ્મને બે વર્ષ થઈ ગયાં છે. મારા માટે આ ફિલ્મ ઘણા પ્રકારે પરિવર્તન લઈને આવી હતી.આ ન માત્ર મારા ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન વિશે છે પરંતુ સાથે જ એ કૅરૅક્ટરની સ્ટ્રેંગ્થ અને એની વિવિધતા સંદર્ભે છે. મારા માટે ફરીથી એ બધાનો અનુભવ લેવા સમાન હતો. એના માટે હું ડિરેક્ટર આદિત્ય ધર, દર્શકો, ઇન્ડિયન આર્મી અને ફિલ્મની પૂરી ટીમની આભારી છું.’

yami gautam bollywood bollywood news