27 June, 2024 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન, વરુણ ધવન
વરુણ ધવન અને આમિર ખાન વચ્ચે હવે ટક્કર થવા જઈ રહી છે. વરુણની પહેલી ઍક્શન ફિલ્મ ‘બેબી જૉન’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પહેલાં ૩૧ મે દરમ્યાન રિલીઝ થવાની હતી. જોકે ઇન્ડિયન પ્રીમિયર લીગને કારણે તમામ બિગ બજેટ ફિલ્મને રિલીઝ કરવાનું ટાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકસભાનું ઇલેક્શન આવ્યું હોવાથી પણ એક પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ. આથી જેટલી બિગ બજેટ ફિલ્મો છે એ હવે રિલીઝ થઈ રહી છે. હવે એક પછી એક ઘણી ફિલ્મોનો ક્લૅશ થઈ રહ્યો છે. આથી આ તમામ ક્લૅશ વચ્ચે વરુણની ફિલ્મને રિલીઝ કરવાનો સમય ન મળી રહ્યો હોવાથી એને ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ અને ‘મુફાસા : ધ લાયન કિંગ’ પણ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે. જોકે આમિરની ફિલ્મ અને વરુણની ફિલ્મ બન્ને એકબીજાથી એકદમ અલગ ફિલ્મ હોવાથી બૉક્સ-ઑફિસ પર ફિલ્મોને એટલી અસર નહીં થાય એવું લાગી રહ્યું છે.