પિતાના ખોળામાં દેખાતા આ બાળકને ઓળખો છો? પિતા-પુત્રની જોડીએ બૉલિવૂડમાં મચાવી ધૂમ

06 February, 2023 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોઈપણ વ્યક્તિ ઈચ્છે કે તેનો દીકરો તેના કરતાં વધારે સફળ બને. બૉલિવૂડમાં પણ અનેક સ્ટાર એવી જ ઈચ્છા ધરાવે છે. આ તસવીરમાં પરિવાર સાથે બેઠેલો આ શખ્સ પણ તે જ બૉલિવૂડનો ભાગ છે અને આ શખ્સે વિલન અને કેરેક્ટર એક્ટર તરીકે વિશ્વમાં ખૂબ જ નામ કમાવ્યું છે.

તસવીર સૌજન્ય : ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં પરિવાર સાથે બેઠેલો શખ્સ પણ તે જ બૉલિવૂડનો ભાગ છે અને આ શખ્સે વિલન અને કેરેક્ટર એક્ટર તરીકે વિશ્વમાં ઘણી લોકપ્રિયતા મળી. સાથે જ આના ખોળામાં બેઠેલા આમના દીકરાએ પણ પિતાની જેમ જ સફળતાના પગલા આગળ વધારીને પોતાના પરચમ લહેરાવ્યા. 

કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ ઈચ્છે કે તેનો દીકરો તેના કરતાં વધારે સફળ બને. બૉલિવૂડમાં પણ અનેક સ્ટાર એવી જ ઈચ્છા ધરાવે છે. આ તસવીરમાં પરિવાર સાથે બેઠેલો આ શખ્સ પણ તે જ બૉલિવૂડનો ભાગ છે અને આ શખ્સે વિલન અને કેરેક્ટર એક્ટર તરીકે વિશ્વમાં ખૂબ જ નામ કમાવ્યું છે. સાથે જ તેના ખોળામાં બેઠેલા તેના દીકરાએ પણ પિતાની સફળતાથી એક ડગલું આગળ વધીને સફળતાના શિખરો સર કર્યા. આ રીતે બાપ દીકરાની જોડી બૉલિવૂડમાં સામાન્ય રીતે ઓળખવામાં આવે છે.

બાપ દીકરાની આ જોડીને જો તમે નથી ઓળખી શક્યા તો જણાવવાનું કે, આ જાણીતા વેટરન એક્ટર અને સફળ વિલન જીવન અને તેમના ખોળામાં બેઠેલા તેમના દીકરા કિરણ કુમાર. મધર ઈન્ડિયા પહેલા જોકે, જીવને ખલનાયકના અનેક પાત્રો કર્યા પણ મધર ઈન્ડિયા દ્વારા તેમના રોલને એક આગવી ઓળખ મળી. જીવને પોતાના આખા કરિઅરમાં ખલનાયકના પાત્રો ભજવ્યા અને અનેક એવા રોલ કર્યા જેને કારણે તેઓ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા. તેમણે ફાગુન, નયા દૌર અને એક હી રાસ્તામાં વિવિધતાસભર પાત્રો ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી.

જીવનના દીકરા કિરણ કુમારે પણ પિતાની જેમ જ ખલનાયકના રોલ અને કેરેક્ટર રોલ પર ખાસ ધ્યાન આપ્યું. જો કે, કિરણ કુમારે એક્ટિંગ કરિઅરની શરૂઆત હીરોના રોલ દ્વારા કરી પણ પછી તે ચરિત્ર અભિનેતા તરીકે વધારે જાણીતા થયા. કિરણ કુમારનું ખરું નામ દીપક હતું પણ ફિલ્મોમાં આવ્યા બાદ તેમનું નામ કિરણ કુમાર થઈ ગયું.

આ પણ વાંચો : Mumbai: પાલતૂ કૂતરાએ માલિકને મોકલ્યો જેલમાં, સાંતાક્રુઝનો કિસ્સો કરી દેશે સ્તબ્ધ

કિરણ કુમારને ફિલ્મ તેજાબમાં તેમના લોટિયા પઠાનના પાત્રને લઈને ખૂબ જ યાદ કરવામાં આવે ચે. આ ફિલ્મમાં તેમનું જીવંત પાત્ર આજ સુધી લોકોને યાદ છે. આ સિવાય પ્યાર કિયા તો ડરના ક્યા અને ખુદા ગવાહ જેવી ફિલ્મો દ્વારા કિરણ કુમાર ઓળખવામાં આવે છે.

bollywood news bollywood bollywood gossips entertainment news