✕

કિંગના સેટની કહેવાતી શાહરુખ ખાન અને કરીના કપૂરની આ તસવીર છે નકલી

08 October, 2026 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તસવીરો નકલી છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવેલી છે

આ તસવીર નકલી છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવેલી છે

શાહરુખ ખાનના ફૅન્સ તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે કરીના કપૂર ખાનને ફિલ્મના ‘ડૅડી કૂલ’ નામના સ્પેશ્યલ ગીત માટે લેવામાં આવી છે અને આ ગીતનું શૂટિંગ કરવા માટે કલાકારો સાઉથ આફ્રિકા જશે. આ રિપોર્ટ વચ્ચે સોશ્યલ મીડિયા પર શાહરુખ અને કરીનાની તસવીર વાઇરલ થઈ હતી અને લોકો આ ફોટોને ‘કિંગ’ના સેટનો હોવાનું કહીને શૅર કરી રહ્યા છે. જોકે હવે સામે આવ્યું છે કે આ તસવીરો નકલી છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવેલી છે. આ ખુલાસાને પગલે સોશ્યલ મીડિયા પર ચાહકોએ પણ આ તસવીરો નકલી હોવાનું જણાવવાનું શરૂ કરી દીધું હતું.

kareena kapoor Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news