14 July, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયદીપ અને તેની પત્ની જ્યોતિ હૂડા
જયદીપ અહલાવતે તેની અંગત લાઇફ લાઇમલાઇટથી દૂર રાખી છે. જોકે જયદીપ અને તેની પત્ની જ્યોતિ હૂડાનાં લગ્નને ૧૬ વર્ષ થઈ ગયાં છે. જયદીપની પત્ની જ્યોતિ પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)માં તેની જુનિયર હતી, પરંતુ તેમની રિલેશનશિપની શરૂઆત FTIIની પહેલાં જ થઈ હતી.
હાલમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આવેલા જયદીપને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે તેની પત્નીને કેવી રીતે પ્રપોઝ કર્યું તો જવાબ આપતાં જયદીપે મજાકમાં કહ્યું, ‘તમને શું લાગે છે કે મારા જેવો જાટ છોકરો પ્રપોઝ કરવાની કળા જાણતો હશે?’
જયદીપની વાત સાંભળીને સાથે આવેલા વિજય વર્માએ આ તકનો ફાયદો ઉઠાવીને મજાકમાં કહ્યું, ‘મને લાગે છે કે તે પ્રપોઝ કરવા માટે ઘીનું એક કાર્ટન લઈને ગયો હશે.’
જયદીપે પછી વિજય વર્માની વાત સાથે સહમતી દર્શાવતાં કહ્યું, ‘હા, આ ઘણે અંશે સાચું છે. મેં તેને કહ્યું હતું કે તને ઘરમાં દૂધ અને ઘીની કોઈ કમી નહીં પડે, હવે પસંદગી તારી છે.’