હજી પૂરી રીતે સ્વસ્થ થવામાં લાંબી જર્ની કરવાની છે

08 January, 2021 06:19 PM IST  |  Mumbai | Agencies

હજી પૂરી રીતે સ્વસ્થ થવામાં લાંબી જર્ની કરવાની છે

હજી પૂરી રીતે સ્વસ્થ થવામાં લાંબી જર્ની કરવાની છે

રાહુલ રૉયને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ તો મળી ગયો છે, પરંતુ તેનું માનવું છે કે પૂરી રીતે રિકવર થવામાં તેને સમય લાગશે. કારગિલમાં ‘LAC : લિવ ધ બૅટલ’ના શૂટિંગ દરમ્યાન તેને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાંથી તેને તરત જ નાણાવટી હૉસ્પિટલમાં વધુ ટ્રીટમેન્ટ માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તેની વૉકહાર્ટમાં બ્રેઇન અને હાર્ટની ઍન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાહુલ રૉયે કૅપ્શન આપી હતી કે ‘હૉસ્પિટલમાં લાંબી ટ્રીટમેન્ટ બાદ હું હવે ઘરે પાછો આવ્યો છું. હું રિકવર કરી રહ્યો છું અને પૂરી રીતે રિકવર થવામાં મારે લાંબી જર્ની પસાર કરવાની છે. મારી પડખે ઊભા રહેનારા લોકોનો હું આભાર માનું છું. મારો ભાઈ રોહિત, મારી બહેન અને મારી બેસ્ટ ફ્રેન્ડ એવી પ્રિયંકા, મારો બનેવી રોમીર સેન સાથે જ મારા ફ્રેન્ડ્સ અદિતિ ગોવિત્રીકર, ડૉક્ટર હુઝ, ઝાહિદ, અશ્વિની કુમાર, શ્રુતિ દ્વિવેદી, સુચિત્રા પિલ્લે અને મારા તમામ ફૅન્સ જેમણે મારા માટે પ્રાર્થના કરી. બધાને ભરપૂર પ્રેમ.’

bollywood bollywood news bollywood gossips rahul roy