તૈમુરને બૉલીવુડમાં લાવવાનો કોઈ ચાન્સ નથી : સૈફ અલી ખાન

30 August, 2019 11:22 AM IST  |  મુંબઈ

તૈમુરને બૉલીવુડમાં લાવવાનો કોઈ ચાન્સ નથી : સૈફ અલી ખાન

તૈમુરને બૉલીવુડમાં લાવવાનો કોઈ ચાન્સ નથી : સૈફ અલી ખાન

સૈફ અલી ખાને ચોખવટ કરતાં કહી દીધું છે કે તૈમુરને બૉલીવુડમાં લાવવાનો કોઈ ચાન્સ જ નથી. તૈમુર હાલ ઇન્ટરનેટ સેન્સેશન બનેલો છે. સ્ટાર કિડ્સ તરીકે તે ખાસ્સો ફેમસ છે. જોકે સૈફ અને કરીના કપૂર ખાનની ઇચ્છા છે કે બૉલીવુડની ચમકદમક વગર એક સામાન્ય બાળકની રીતે તૈમુરનો ઉછેર થાય. તૈમુરની બૉલીવુડમાં એન્ટ્રીને લઈને હાલમાં જ સૈફને પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘હું ખૂબ જ ચોંકી ગયો છું. કેટલાક લોકો અમને બરાબર ઓળખતા પણ નથી. મને સરપ્રાઇઝ એ વાતનું થાય છે કે ૩૦ વર્ષથી અમને જાણવા છતાં પણ લોકોને એમ લાગે છે કે અમે તૈમુરને ફિલ્મમાં લઈ આવીશું. કદાચ અમે તેને ‘નાઇટમેર સિનારિયો’માં અથવા તો રિયલિટીની ‘ટ્વાઇલાઇટ ઝોન’માં કાં તો ‘બ્લૅક મિરર’ના એપિસોડમાં લઈને આવીશું. આ ધરતી પર આવી તો કોઈ શક્યતા જ નથી. અમે એવું કંઈ પણ નથી કરવાના.’

saif ali khan taimur ali khan