૨૦૨૦ના વર્ષે આપણને પરિવારની નજીક રહેતાં શીખવાડ્યું છે : સોનુ સૂદ

08 January, 2021 03:54 PM IST  |  New Delhi | Agencies

૨૦૨૦ના વર્ષે આપણને પરિવારની નજીક રહેતાં શીખવાડ્યું છે : સોનુ સૂદ

૨૦૨૦ના વર્ષે આપણને પરિવારની નજીક રહેતાં શીખવાડ્યું છે : સોનુ સૂદ

સોનુ સૂદનું કહેવું છે કે 2020ના વર્ષે આપણને કુટુંબની નજીક અને સાથે રહેતાં શીખવાડ્યું છે. 2020 સૌ માટે અઘરું વર્ષ હતું. કોરોના વાઇરસે સૌને લાઇફનું મહત્ત્વ સમજાવ્યુ છે. એ સમય દરમ્યાન સોનુ સૂદે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરતાં લોકોની ભરપૂર મદદ કરી હતી. આ સિવાય એક ગામમાં તો તેણે બાળકોની ઑનલાઇન સ્ટડી માટે મોબાઇલ ટાવરની પણ વ્યવસ્થા કરી આપી હતી. આર્થિક રૂપે નબળા વિદ્યાર્થીઓની તેણે સ્ટડી માટે ફી પણ ભરી હતી. પરિવાર વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘2020નું વર્ષ સૌના માટે કપરું હતું. જોકે હું ખુશ છું અને નસીબદાર છીએ કે મને લોકોની મદદ કરવાની તક મળી હતી. આ વર્ષે આપણને એ વાત શીખવાડી છે કે આપણે અન્ય લોકોને અને કુટુંબને આપણી નજીક રાખવા જોઈએ. અનેક લોકો સાથે મને વાતચીત કરવાની પણ તક મળી છે. મને એમ લાગે છે કે હવે અમારી ખૂબ મોટી ફૅમિલી બની ગઈ છે. આગળ વધી રહ્યા છીએ. આશા છે કે આપણે સૌ દયાળુ અને મહેરબાન બનીએ.’

પોતાના બિલ્ડિંગને મુદ્દે બીએમસીની ફરિયાદ સામે હાઈ કોર્ટમાં લડી લેવાની તૈયારી દાખવી સોનુ સૂદે

સોનુ સૂદના રેસિડેન્શિયલ બિલ્ડિંગને મંજૂરી વગર ડેવલપ કરવામાં આવી છે એવી ફરિયાદ બીએમસીએ કરી છે. એ મુદ્દે હવે તેણે બૉમ્બે હાઈ કોર્ટમાં જવાની તૈયારી દેખાડી છે. આ બિલ્ડિંગને સોનુ સૂદે કોરોના વૉરિયર્સ માટે ફાળવી આપ્યું હતું. આ પૂરા મામલા પર સોનુ સૂદે કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગમાં ફેરફાર કરવા માટે મેં પહેલેથી જ બીએમસી પાસેથી પરવાનગી લીધી હતી. આ મામલો મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી પાસે વિચારાધીન છે. કોરોનાને કારણે આ દિશામાં હજી સુધી મંજૂરી આપવામાં નહોતી આવી. એમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. હું હંમેશાંથી કાયદાનું પાલન કરતો આવ્યો છું. મહામારી દરમ્યાન આ હોટેલને કોરોના વૉરિયર્સ માટે ફાળવવામાં આવી હતી. જો મને પરમિશન ન મળી તો હું ફરીથી એને ઘરમાં બદલી નાખીશ. હું આ ફરિયાદને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર આપવાનો છું.’

bollywood bollywood news bollywood gossips sonu sood