સોનાક્ષી જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે અર્જુન

03 November, 2014 03:41 AM IST  | 

સોનાક્ષી જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે અર્જુન




તાજેતરમાં સોનાક્ષી તેની ફિલ્મ ‘ઍક્શન જૅક્સન’ના પ્રમોશન માટે ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગમાં સામેલ થઈ હતી. એ વખતે અર્જુન કપૂર તેને મળવા ત્યાં પહોંચી ગયો હતો. ‘ઍક્શન જૅક્સન’નો કો-સ્ટાર અજય દેવગન અને ડિરેક્ટર પ્રભુ દેવા તેની સાથે હતા.

એ શૂટિંગ વખતે બનેલી ઘટના વિશે એક સૂત્રે જણાવ્યું હતું કે ‘સોનાક્ષી મેક-અપ રૂમમાં હતી અને શૂટિંગ માટે તૈયાર થતી હતી. એ વખતે અચાનક જ અર્જુન ટપકી પડ્યો હતો. એ પછી છેક શૂટિંગ માટે કૅમેરા રોલ થવા માંડ્યો ત્યાર સુધી બન્ને વાતો કરતાં રહ્યાં હતાં.’

સોનાક્ષી સાથેની આ મુલાકાત બાબતે અર્જુન કહે છે કે ‘તેનું શૂટિંગ યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં ચાલતું હતું અને હું ત્યાં જ ‘તેવર’ માટે ડબિંગ કરતો હતો. એ દરમ્યાન હું ડિરેક્ટર અમિત શર્મા સાથે સ્ટુડિયોની ઑડિયો-વિન્ગમાંથી બહાર આવ્યો હતો.’

ગયા વર્ષે ફિલ્મ ‘ર... રાજકુમાર’ની રિલીઝ વખતે સોનાક્ષી કો-સ્ટાર શાહિદ કપૂર સાથે ડેટિંગ કરતી હોવાનું ચર્ચાતું હતું, પરંતુ એ ચર્ચા થોડા વખતમાં ભુલાઈ ગઈ હતી. બીજી બાજુ અર્જુનનું નામ તેની અગાઉની કો-સ્ટાર આલિયા ભટ્ટ સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ જેવું ‘તેવર’નું શૂટિંગ શરૂ થયું કે તરત જ સોનાક્ષી અને અર્જુનની દોસ્તીની વાતો શરૂ થઈ  હતી.