તમારા ખિસ્સાને હળવા કરવા આવી રહ્યો છે પ્રભાસ, જાણો કેમ

28 August, 2019 01:50 PM IST  |  મુંબઈ

તમારા ખિસ્સાને હળવા કરવા આવી રહ્યો છે પ્રભાસ, જાણો કેમ

તમારા ખિસ્સાને હળવા કરવા આવી રહ્યો છે પ્રભાસ

એક્ટર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો આ અઠવાડિયે મોટા પડદા પર રીલિઝ થવા જઈ રહી છે. અને આ મોંઘા બજેટની ફિલ્મ જોવું તમારા ખિસ્સાને પણ ભારે પડી શકે છે. કારણ કે ફિલ્મની ટિકિટો મોંઘી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે ટિકિટના ભાવ 30 થી 40 ટકા સુધી વધી શકે છે. જો કે, આ વખતે ટિકિટના ભાવ વધવાના અનેક કારણો છે.

આમ તો તહેવારોના સમયમાં ફિલ્મની ટિકિટના ભાવ વધી જ જાય છે. પરંતુ આ વખતે માત્ર ફેસ્ટિવ સીઝન જ નહીં, પરંતુ અનેક બીજા કારણોથી જ ટિકિટના ભાવ વધી શકે છે. 30 ઑગસ્ટના દિવસે રિલીઝ થનારી ફિલ્મનું બજેટ 350 કરો છે, જેના કારણે ટિકિટના ભાવ વધ્યા છે. વધુ ટિકિટના કારણે તેના ઓપનિંગ કલેક્શનમાં પણ વધારો થઈ શકે છે.


મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર,કેટલાક ડિસ્ટ્રીબ્યૂટર્સનું કહેવું છે કે તેમને શરૂઆતના ત્રણ દિવસો માટે ટિકિટ મોંઘી કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે કેટલાક ટ્રેક એક્સપર્ટનું કહેવું છે કે ટિકિટના ભાવમાં વધારો બજેટના કારણે પણ થઈ રહ્યો છે. કારણ કે ઓપનિંગ ડે પર કલેક્શનનો રિકોર્ડ બનાવવાનું દબાણ છે. ખરેખર, ફિલ્મો માટે ઓપનિંગ કલેક્શન ખૂબ જ મહત્વ રાખે છે. કારણ કે 80 ટકા કલેક્શન પહેલા અઠવાડિયામાં જ હોય છે.

આ પણ જુઓઃ Yash Shah:જાણો 'દિકરી વહાલનો દરિયો'ના 'ઉત્કર્ષ' કેવી રીતે શીખ્યા ગુજરાતી ?

હાલમાં જ આવેલી ફિલ્મોમાં તેનું કલેક્શન ખૂબ જ સારું રહ્યું છે, જેમણે પહેલા અઠવાડિયામાં સારી કમાણી કરી હોય. ભારતે પહેલા દિવસે તેમણે 42 કરોડની કમાણી કરી હતી, જે ખૂબ વધુ હતું. આ બાદ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ મિશન મંગલે 29.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

prabhas shraddha kapoor saaho