The Tashkent Files: લાલ બહાદૂર શાસ્ત્રી પર બનેલી ફિલ્મ ક્યારે થશે રિલીઝ

25 March, 2019 08:28 PM IST  | 

The Tashkent Files: લાલ બહાદૂર શાસ્ત્રી પર બનેલી ફિલ્મ ક્યારે થશે રિલીઝ

સ્ટારકાસ્ટ The Tashkent Files

લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું કારણ હજુ અકબંધ

ભારતના બીજા વડાપ્રધાન અને પોતાની સાદાઈ માટે જાણીતાં અત્યંત લોકપ્રિય નેતા લાલ બહાદૂર શાસ્ત્રીના જીવન પર બનતી ફિલ્મ તાશકંદ ફાઈલ્સ 12 એપ્રિલના રિલીઝ થશે. કહેવાય છે કે શાસ્ત્રીજીના તાશ્કંદ કરાર સહી કર્યા બાદ 24 કલાકમાં રહસ્યમય પરિસ્થિતિમાં તેમનું મૃત્યુ થઈ ગયું અને તેની પાછળનું કારણ હજી પણ રહસ્યાત્મક જ છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને તમે અહીં પણ જોઈ શકો છો


વિવેક અગ્નિહોત્રી છે આ ફિલ્મના દિગ્દર્શક

ફિલ્મમાં એ બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે કે જેને વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ તાશકંદ ફાઈલ્સને 12 એપ્રિલના રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલા આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી નામની ફિલ્મ રિલીઝ થવાની હતી જેમાં વિવેક ઑબેરોય લીડ રોલમાં છે પણ હવે તે 5 એપ્રિલના રોજ રિલીઝ થશે. શાસ્ત્રીજી પર બનાવાયેલી આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે ત્યારે લોકસભા ચૂંટણીનો પહેલો ચરણ પૂરો થઈ ગયો હશે.

નસીરૂદ્દીન શાહ મુખ્ય ભુમિકામાં

આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું પોસ્ટર જાહેર કરતાં ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, "લાલ બહાદૂર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય ઉકેલવા માટે આવી રહ્યા છીએ 12 એપ્રિલના. જય જવાન, જય કિસાન, શાસ્ત્રીજી કો કિસને મારા." તેમણે લખ્યું છે કે "લાલ બહાદૂર શાસ્ત્રીજીને પહેલા તાશકંદમાં એક હોટેલમાં રોકાવાનું હતું. પણ, છેલ્લી ઘડીએ તેને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેને ડાચામાં શિફ્ટ કરવામાં આવ્યું. આનું નિર્દેશન કોણે કર્યું? તેમના આગમન પહેલા આરોપી બૉસ કોણ હતો. જે તેમના આવવાની પહેલા પહોંચ્યો હતો. બધાં જ રેકૉર્ડ્સ ક્યાં ગાયબ થઈ ગયા? શાસ્ત્રીજીને કોણે માર્યા."

આ પણ વાંચો : 'નોટબુક'માં બે રોલમાં દેખાશે ઝહીર ઈકબાલ

3 વર્ષના ઉંડા રિસર્ચ બાદ તૈયાર થઇ ફિલ્મ

ફિલ્મ નિર્માતા અને તેમની ટીમ 3 વર્ષો સુધી ઊંડી રિસર્ચ કર્યા બાદ સત્યને ફંફોડીને લોકો સામે પ્રસ્તુત કરવા માટે તૈયાર છે. તેમણે લોકો પાસેથી આ ફિલ્મ બનાવવા માટે પૈસા ભેગા કર્યા, અને લોકો પાસેથી પૈસા લઈને આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, શ્વેતા બાસુ પ્રસાદ, પંકજ ત્રિપાઠી, મીના પાઠક, મંદિરા બેદી, પલ્લવી જોશી અને પ્રકાશ માલીએ પણ કામ કર્યું છે.

nawazuddin siddiqui mandira bedi bollywood