અભિષેકની ધ બિગ બુલનું શૂટિંગ શરૂ થઈ શકે છે જુલાઈથી

02 June, 2020 09:45 PM IST  |  Mumbai Desk | Agencies

અભિષેકની ધ બિગ બુલનું શૂટિંગ શરૂ થઈ શકે છે જુલાઈથી

અભિષેક બચ્ચન

જુલાઈથી અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’નું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ અને સિરિયલ્સનું શૂટિંગ તમામ નિયમોનું પાલન કરીને શરૂ કરવાની મંજૂરી આપી છે. એથી મનોરંજન ઇન્ડસ્ટ્રીને ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કરવાનું રહેશે. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ‘ધ બિગ બુલ’નું મોટા ભાગનું શૂટિંગ દિલ્હીમાં પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મના શૂટિંગ વિશે પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું હતું કે ‘અમારી નજર જુલાઈ પર છે, કારણ કે હજી ઘણુંબધું કામ કરવાનું બાકી છે. તમામ સાવચેતીનું પાલન અને વ્યવસ્થા કરવાનાં રહેશે. સાથે જ ઍક્ટર્સની ડેટ્સ પર પણ વિચારવાનું રહેશે.’

આઉટસ્ટેશન શૂટિંગ પણ કરવાનું રહેશે એ વિશે પૂછવામાં આવતાં આનંદ પંડિતે કહ્યું હતું કે ‘આઉટસ્ટેશનનું કોઈ શૂટિંગ બાકી નથી રહ્યું. એથી અમારે કોઈ પણ શૂટિંગ કૅન્સલ કરવાની જરૂર નહોતી પડી. અમારે માત્ર થોડું જ શૂટિંગ પૂરું કરવાનું છે, જે અમે મહારાષ્ટ્રની અંદર જ કરવાના છીએ. સરકારના સખત નિયમોનું પાલન કરતાં અમે અમારા દરેક લોકેશન્સ પર સૅનિટાઇઝેશન ટનલ બનાવવાના છીએ. સાથે જ અમે એક લોકેશન પર જ પૂરી ટીમ માટે બધી વ્યવસ્થા કરીશું, જેથી તેમને દરરોજ ઘરે જવાની જરૂર ન પડે.’

bollywood bollywood news bollywood gossips abhishek bachchan