હેરા ફેરી ૩ વિવાદમાં અટવાઈ

08 February, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના રાઇટ્સનો મામલો મદ્રાસ હાઈ કોર્ટમાં પહોંચતાં એ મુશ્કેલીમાં મુકાઈ છે

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર કોમૅડી ફિલ્મ ‘હેરા ફેરી ૩’ શરૂઆતથી સતત કોઈ ને કોઈ વિવાદમાં ફસાતી રહી છે. આ ફિલ્મ ક્યારેક કાસ્ટિંગને લઈને તો ક્યારેક કૉન્ટ્રૅક્ટની શરતોને લઈને ચર્ચામાં રહી છે.

ગયા વર્ષે પરેશ રાવલે આ કૉમેડી ફ્રૅન્ચાઇઝી છોડવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ્સ મુજબ તેઓ કૉન્ટ્રૅક્ટની શરતોથી ખુશ નહોતા. જોકે બાદમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું અને પરેશ રાવલ ફરી ફિલ્મ કરવા માટે રાજી થઈ ગયા. જોકે હવે ફરી એક વાર ‘હેરા ફેરી ૩’ મુશ્કેલીમાં આવી ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર સેવન આર્ટ્‌સ ઇન્ટરનૅશનલ લિમિટેડ નામની કંપનીએ મદ્રાસ હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૮૯માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ની હિન્દી રીમેકનો માત્ર પહેલો ભાગ ‘હેરા ફેરી’ બનાવવા માટે જ ફિરોઝ નડિયાદવાલા પાસે અધિકાર હતા. આ ફિલ્મને પ્રિયદર્શને ૨૦૦૦માં ડિરેક્ટ કરી હતી. જોકે આ પછી ૨૦૦૬માં એની સીક્વલ ‘ફિર હેરા ફેરી’ બનાવી દેવામાં આવી અને હવે ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મના રાઇટ્સ અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસને વેચી દીધા હોવાનું કહેવાઈ રહ્યું છે.

hera pheri 3 hera pheri akshay kumar sunil shetty paresh rawal bollywood buzz bollywood news bollywood