નાટક કુછ ભી હો સકતા હૈને પોતાની જ વેબસાઇટ પર રિલીઝ કરશે અનુપમ ખેર

31 May, 2020 10:39 PM IST  |  Mumbai Desk | Agencies

નાટક કુછ ભી હો સકતા હૈને પોતાની જ વેબસાઇટ પર રિલીઝ કરશે અનુપમ ખેર

અનુપમ ખેર

અનુપમ ખેરનું નાટક ‘કુછ ભી હો સકતા હૈ’ને તેઓ પોતાની વેબસાઇટ પર ૭ જૂને રિલીઝ કરશે. આ પ્લેમાં તેમણે લાઇફમાં જોયેલા ઉતાર-ચડાવ, નિષ્ફળતા અને સ્ટ્રગલ્સની એક ઝલક જોવા મળશે. પોતાના પ્લેની રિલીઝની માહિતી ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો-ક્લીપ દ્વારા શેર કરીને આપતા અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘‘કુછ ભી હો સકતા હૈ’. મને એ જણાવતાં ખુશી થાય છે કે હું ફાઇનલી મારા ઑટોબાયોગ્રાફિકલ પ્લે ‘કુછ ભી હો સકતા હૈ’ને મારી વેબસાઇટ www.theanupamkher.com પર ૭ જૂને રિલીઝ કરવાનો છું. છેલ્લાં ૧૫ વર્ષોમાં આ પ્લેના મેં અત્યાર સુધી પૂરા વિશ્વમાં ૪૫૦ શો કર્યા છે. આશા રાખું છું કે તમને સ્ટેજ પ્લેના દર્શકોની જેમ જ આ શોને ઑનલાઇન જોવાનો પણ આનંદ મળશે. એ વિશેની વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

bollywood anupam kher bollywood news bollywood gossips