બાગી 3માં કરવામાં આવ્યો છે અસલી બૉમ્બનો ઉપયોગ

16 February, 2020 02:52 PM IST  |  Mumbai

બાગી 3માં કરવામાં આવ્યો છે અસલી બૉમ્બનો ઉપયોગ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફની ‘બાગી 3’માં અસલી બૉમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી જ લોકોમાં આ ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. દર્શકોને ટાઇગરની ધમાકેદાર ઍક્શન જોવા મળશે એમાં કોઈ બે મત નથી. આ ઍક્શન સીક્વન્સમાં વિઝ્‌યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ બોમ્બ ઘડાકા ઓરિજિનલ રાખવામાં આવ્યા છે. આ સીક્વન્સમાં લગભગ ૧૦૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ દરમ્યાન સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અહમદ ખાને આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ટાઇગરની સાથે શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડે લીડ રોલમાં છે. ૬ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનાં ઍક્શન સીક્વન્સ વિશે અહમદ ખાને કહ્યું હતું કે ‘અમે ‘બાગી 3’નાં એક દૃશ્ય માટે અંદાજે ૯૦થી ૯૫ બ્લાસ્ટને એક સાથે ફિલ્માવ્યા હતાં. આ અમારા માટે ચિંતા અને ડરથી ભરેલો સીન હતો કેમ કે એમાં ટાઇગર રિયલમાં ભાગી રહ્યો છે. એ ખૂબ જ ભયાનક સ્ટન્ટ હતો. એમાં કોઈ પણ વિઝયુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ટાઇગર શ્રોફે આ ફિલ્મ માટે માઇનસ ૭ ડિગ્રીમાં શર્ટલેસ થઈને શૂટિંગ કર્યું હતું. ટાઇગરે જેટલી પણ મહેનત કરી છે એ બધી તમારા માટે કરી છે. એ સ્ટન્ટ્સ કરતી વખતે ટાઇગરની પીઠ છોલાઇ ગઈ હતી અને તેને ઈજા પણ થઈ હતી. આમ છતાં તે ક્યાંય અટક્યો નહોતો.’

tiger shroff Disha Patani bollywood news entertaintment