midday

આમિરની ‘દંગલ’ના આઠમા દિવસના કલેક્શનને પછાડીને આગળ નીકળી ‘ધ કશ્મીર ફાઇલ્સ’

20 March, 2022 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉક્સ-ઑફિસ પર સેન્ચુરી મારતાં કર્યોં ૧૧૬ કરોડનો બિઝનેસ
દ કશ્મીર ફાઇલ્સ

દ કશ્મીર ફાઇલ્સ

આમિર ખાનની ‘દંગલ’ જ્યારે રિલીઝ થઈ ત્યારે એ ફિલ્મે આઠમા દિવસે બૉક્સ-ઑફિસ પર ૧૮.૫૯ કરોડનો બિઝનેસ કર્યો હતો. તો ‘ધ કશ્મીર ફાઇલ્સ’એ બૉક્સ-ઑફિસ પર સેન્ચુરી મારતાં માત્ર આઠ દિવસમાં ૧૧૬.૪૫ કરોડનો બિઝનેસ કરી લીધો છે. વાત કરીએ સૌથી હિટ એવી ‘બાહુબલી 2’ની તો આ ફિલ્મે તમામ રેકૉર્ડ બ્રેક કર્યા હતા. એના આઠમા દિવસના કલેક્શન પર નજર નાખીએ તો એણે ૧૯.૭૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. જોકે રિલીઝના આઠ દિવસમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ બૉક્સ-ઑફિસ પર ૧૧૬.૪૫ કરોડનો બિઝનેસ કરીને ધમાલ મચાવી રહી છે. એવું લાગી રહ્યું છે જાણે કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ તમામ રેકૉર્ડ બ્રેક કરીને જ જંપશે. કાશ્મીરના પંડિતોના દર્દને વ્યક્ત કરતી આ ફિલ્મ લોકોનાં દિલોને સ્પર્શી ગઈ છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર લીડ રોલમાં છે. ૧૧ માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વીક-એન્ડમાં હજી પણ આ ફિલ્મનું કલેક્શન વધી શકે છે. સૌકોઈ આ ફિલ્મ જોવાનો આગ્રહ કરી રહ્યા છે. ફિલ્મને લઈને વિવેક અગ્નિહોત્રીને Y કૅટેગરીની સલામતી આપવામાં આવી છે. 

Whatsapp-channel
bollywood news bollywood bollywood gossips entertainment news Movie Kashmir Files