24 December, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા
OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સના લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ વિરુદ્ધ ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિટેડ (PPL)એ આરોપ મૂક્યો છે કે પ્રોડ્યુસર્સ કે મેકર્સની પરવાનગી લીધા વગર શોમાં ત્રણ ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. PPLએ આ આરોપ મૂકીને બૉમ્બે હાઈ કોર્ટમાં કપિલ શર્માના શો વિરુદ્ધ કમર્શિયલ અરજી દાખલ કરી છે અને કૉપીરાઇટ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
કપિલ શર્માના શોમાં ગીતો એમ બોલે તો... (મુન્નાભાઈ MBBS), રામા રે... (કાંટે) અને સુબહ હોને ન દે (દેસી બૉય્ઝ)નો સમાવેશ થાય છે. આ ગીતોના કૉપીરાઇટ PPL ઇન્ડિયા પાસે છે. પરવાનગી વગર આ ગીતોનો કમર્શિયલ રીતે ઉપયોગ કરવો એ કૉપીરાઇટ કાયદાનું ઉલ્લંઘન છે. આ ગીતોનો ઉપયોગ ફક્ત લાઇસન્સધારકો જ કરી શકે છે.
PPLએ અરજીમાં ડિમાન્ડ કરી છે કે વહેલી તકે કૉપીરાઇટવાળાં ગીતોનો લાઇસન્સ વિના ઉપયોગ થતો અટકાવવામાં આવે અને એના ગેરકાયદેસર ઉપયોગથી થયેલી કમાણીનો ખુલાસો કરવામાં આવે અને ઉલ્લંઘન સંબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવે.