20 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્માના શોમાં પહોંચ્યો સલમાન ખાન
સલમાન ખાનને ઍક્ટિંગ ઉપરાંત કૉમેડી ખૂબ જ પસંદ છે. તે વીક-એન્ડમાં કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝનના પ્રથમ એપિસોડમાં હાજરી આપશે. હાલમાં આ શોનું ટ્રેલર લૉન્ચ થયું છે, જેમાં તેણે નેટફ્લિક્સ અને આમિર ખાનની મજાક ઉડાવીને બધાને હસાવી દીધા છે.
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝનના પ્રથમ એપિસોડમાં સલમાન પોતાના વન-લાઇનર્સથી દર્શકોને હસાવે છે. આ શોમાં કપિલ શર્માએ જ્યારે સલમાન ખાનને કહ્યું કે આમિર ખાને આ વર્ષે પોતાની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટનો વિશ્વ સાથે પરિચય કરાવ્યો. આમિરના અગાઉનાં લગ્નો, નવી રિલેશનશિપ અને સલમાનના સિંગલ સ્ટેટસનો ઉલ્લેખ કરતાં કપિલે સલમાનને કહ્યું, ‘તે રોકાતા નથી, અને તમે કરતા જ નથી.’
સલમાને આ સાંભળીને આમિરની મજાક ઉડાવી અને જવાબ આપ્યો, ‘આમિરની વાત જ કંઈક અલગ છે. તે પર્ફેક્શનિસ્ટ છે, જ્યાં સુધી તે લગ્નને એકદમ પર્ફેક્ટ નહીં કરે...’ સલમાન આ વાક્ય પૂરું કરે એ પહેલાં હસવા લાગ્યો, જેનાથી દર્શકો અને કપિલ પણ હસી પડ્યા.