ધ ડર્ટી પિક્ચરનો મોબાઇલમેનિયા

29 December, 2011 05:58 AM IST  | 

ધ ડર્ટી પિક્ચરનો મોબાઇલમેનિયા

 

ફિલ્મમાં વિદ્યાના બોલ્ડ અવતાર અને સારા રાઇટિંગને કારણે તેના વિડિયોને ઘણા પસંદ કરવામાં આવ્યા છે. આને કારણે જ ફિલ્મના વિડિયો વર્ષમાં સૌથી વધુ વખત જોવામાં આવેલા વિડિયો છે. એક મોબાઇલ વિડિયો કંપનીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે મોબાઇલ પર આ ફિલ્મના વિડિયો ૧૩,૨૪,૦૦૦ વખત જોવામાં આવ્યા છે.

‘ધ ડર્ટી પિક્ચર’ની સૌથી નજીકની હરીફ તરીકે શાહરુખ ખાનની સુપરહીરો ફિલ્મ RA. One’ છે, જેના વિડિયો આઠ લાખ વખત જોવામાં આવ્યા છે. ધનુષનું ‘કોલાવેરી ડી...’ મોબાઇલમાં યુટ્યુબ જેટલું ફેવરિટ નથી થઈ શક્યું અને એને લગભગ ચાર લાખ વખત જોવામાં આવ્યું છે.