અનુભવ સિંહાના વર્ણન વગરની મારા જીવનની બુક અધુરી છે : તાપસી પન્નુ

28 February, 2020 01:03 PM IST  |  Mumbai Desk

અનુભવ સિંહાના વર્ણન વગરની મારા જીવનની બુક અધુરી છે : તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે જો તેના પર લખવામાં આવનાર પુસ્તકમાં અનુભવ સિંહાનું વર્ણન ન કરવામાં આવે તો એ બુક અધૂરી છે. અનુભવ સિંહાની ‘થપ્પડ’ આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં તાપસી સાથે પવેલ ગુલાટી લીડ રોલમાં છે. અનુભવ સિંહાએ ‘તુમ બિન’ પણ બનાવી હતી. તાપસીએ આ ફિલ્મના ડાયલૉગ સાથે શરૂઆત કરીને અનુભવ સિંહાની પ્રશંસા કરી છે. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘માલૂમ હૈ આપકો સહારે કી ઝરૂરત નહીં હૈ, મૈં બસ સાથ દેને આયા હૂં. આ લાઇન સાંભળી ત્યારથી લઈને આજ સુધી હું તમારી ખૂબ જ મોટી ફૅન છું. તમારા આ નવા વર્ઝનને પણ હું ખૂબ પસંદ કરું છું. હું ખરેખર નથી જાણતી કે હું એક રાઇટર, ડિરેક્ટર કે પછી એક વ્યક્તિ તરીકે તમારી ફૅન છું. તમે ખૂબ જ સારા છો અને તમારા સારા વર્તનને કારણે તમે ઍક્ટર્સને બગાડો છો. મારી ફિલ્મોગ્રાફી નહીં, પરંતુ જો મારા જીવન પર કદી બુક લખવામાં આવે અને એમાં જો તમારું વર્ણન ન કરવામાં આવે તો એ પુસ્તક અધૂરું છે. હવે બીજો શુક્રવાર આવી ગયો. પૂરી પ્રામાણિકતાની સાથે આપણી કરીઅરની આપણે આ બેસ્ટ ફિલ્મ બનાવી છે. આપણે જલદી જ આપણો જ રેકૉર્ડ તોડવા માટે પાછાં ભેગાં મળીશું. ઝિન્દાબાદ.’

taapsee pannu anubhav sinha bollywood