હાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી

25 February, 2021 12:41 PM IST  |  Mumbai | Agencies

હાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી

હાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી

અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે બચ્ચન ફૅમિલી સેટ્સ પર વ્યસ્ત છે. તેમની વાઇફ જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં બિઝી થઈ ગયાં છે. સૌના કામની માહિતી બ્લૉગ પર આપતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘અભિષેકે આગરામાં ‘દસવીં’નું શૂટિંગ શરૂ કર્યું છે. ‘દસવીં’ એટલે ટેન્થ...10th... તેની સાથે મારી શુભકામના છે. તે પોતાના પાત્રને ખૂબ જ શાંતિથી પસંદ કરે છે. તેનાં પાત્ર, તેની સ્ટોરી એકદમ અલગ હોય છે. તેના પર્ફોર્મન્સ પ્રશંસનીય તો હોય છે, પરંતુ સાથે જ લોકોને પણ એ પસંદ પડે છે. ઐશ્વર્યાએ હૈદરાબાદમાં મણિરત્નમની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. હું પણ વિકાસ બહલની સાથે ટૂંક સમયમાં કામ શરૂ કરીશ. મારા પહેલાંના પ્રોજેક્ટ્સ જેવા કે ‘ચેહરે’ અને ‘ઝુંડ’ જલદી જ રિલીઝ થશે. અને એક લાંબા ગૅપ બાદ જયાએ પણ ફેમસ મરાઠી ડિરેક્ટર સાથે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ રીતે બચ્ચન ફૅમિલી હાલમાં ખૂબ જ વ્યસ્ત છે.’

bollywood bollywood news entertainment news amitabh bachcha