'એેવેંજર્સ'ના મેકર્સની ફિલ્મમાં હવે આપણા 'રાંઝણા' ધનુષની એન્ટ્રી

18 December, 2020 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'એેવેંજર્સ'ના મેકર્સની ફિલ્મમાં હવે આપણા 'રાંઝણા' ધનુષની એન્ટ્રી

ધનુષ, ક્રિસ ઇવાન્સ અને રાયન ગોસલિંગ

દિગ્દર્શક બંધુ રુસો બ્રધર્સ (Russo Brothers), જેમણે તેની પાછલી ફિલ્મ ધ એક્સ્ટ્રેક્શનમાં હિન્દી ફિલ્મ અભિનેતા રણદીપ હૂડાને  મોટી તક આપી હતી, તેમની નજર હવે એક અન્ય ભારતીય અભિનેતા ધનુષ (Dhanush) પર નજર છે. માર્વેલ સ્ટુડિયો માટે 'એવેન્જર્સ- વૉર ઇન્ફિનીટી' અને 'એવેન્જર્સ-એન્ડગેમ' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રસો બ્રધર્સ એક ફિલ્મ 'ધ ગ્રે મેન' બનાવી રહ્યા છે. આ જ ફિલ્મમાં ધનુષની પસંદગી એના કરિયરની લોટરી સાબિત થશે.
ફિલ્મ 'ધ ગ્રે મ'ન'માં હોલીવુડ સ્ટાર્સ રાયન ગોસલિંગ (Rayn Gosling) અને ક્રિસ ઇવાન્સ (Chris Evans) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે રુસો બ્રધર્સે તેલુગુ ફિલ્મ્સના સ્ટાર અભિનેતા ધનુષ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. રુસો બ્રધર્સ દ્વારા દિગ્દર્શિત, ફિલ્મ 'ધ ગ્રે મેન' માર્ક ગ્રેની દ્વારા લખેલી 2009 આ જ ટાઇટલની એક નવલકથા પર આધારિત છે. નિર્માતાઓએ આ ફિલ્મમાં ધનુષને સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

ફિલ્મ 'ધ ગ્રે મેન' ની ઘોષણા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં રાયન એક સજ્જનની ભૂમિકા નિભાવશે જ્યારે ક્રિસ ઇવાન્સ ભૂતપૂર્વ સીઆઇએ એજન્ટ ભજવશે. ધનુષ તેલુગુ ફિલ્મોનો સુપર સ્ટાર છે અને તેણે 'રાંઝણા' જેવી ફિલ્મમાં સોનમ કપૂર સાથે કામ કર્યું અને હિંદી ફિલ્મોમાં પણ કાઠું કાઢ્યું. આ પછી તે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'શમિતાભ' માં પણ જોવા મળ્યો હતો. હાલમાં, તે દિલ્હીમાં આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતરંગી રે' નું શૂટિંગ કરી રહ્યું છે.

ધનુષે  2018 માં ફિલ્મ 'એક્સ્ટ્રાઓર્ડિનરી જર્ની ઑફ ધી ફકિર'માં કામ કરીને આંતરરાષ્ટ્રીય નામ પણ મેળવ્યું. રુસો બ્રધર્સની ફિલ્મ ધ ગ્રે મેનમાં કામ કરીને, ધનુષનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે બહેતર રીતે ઝળકશે.  ધનુષની સાથે આ ફિલ્મમાં હોલીવુડના ઓસ્કાર વિજેતા કલાકારો રાયન ગોસલિંગ અને ક્રિસ ઇવાન્સ જોવા મળશે.

ryan gosling dhanush hollywood news