TAPMની રિલીઝ બાદ હોબાળા પર નારાજગી વ્યક્ત કરી અનુપમ ખેરે

13 January, 2019 08:37 AM IST  | 

TAPMની રિલીઝ બાદ હોબાળા પર નારાજગી વ્યક્ત કરી અનુપમ ખેરે

અનુપમ ખેરે વ્યક્ત કરી નારાજગી

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ શુક્રવારે રિલીઝ થતાંની સાથે જ વિવાદ વધતાં અનુપમ ખેરે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ થિયેટર્સમાં જઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવું પડ્યું હતું. આવાં અસામાજિક તkવો વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે એવી માગણી સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને અનુપમ ખેરે કહ્યું હતું કે ‘કેટલાંક શહેરોમાં અમુક લોકો અમારી ફિલ્મ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ દરમ્યાન થિયેટર્સમાં ઘૂસી આવ્યા હતા અને અમારી સ્ક્રીન પણ ફાડી નાખી. ઑડિટોરિયમમાં બેઠેલા લોકોને ડરાવવામાં આવ્યા અને તેમને બહાર જવાનું કહેવામાં આવ્યું. મને એ વાતનો ખૂબ અફસોસ છે. હું સરકારી અને પોલીસ વિભાગને અપીલ કરું છું કે તેઓ આવા પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવે. મારો આ મેસેજ એ લોકો માટે પણ છે જે ગભરાયેલા છે. જે લોકો ફ્રીડમ ઑફ સ્પીચની વાતો કરે છે તેઓ પણ આ મુદ્દે અવાજ ઉઠાવે એ જરૂરી છે.’

આ પણ વાંચોઃ ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ અનુપમ ખેરની મમ્મીએ મનમોહન સિંહનાં વખાણ કર્યા

 

anupam kher