થપ્પડનો લુક શૅર કરીને તાપસી પન્નુએ પૂછ્યું, શું પ્રેમમાં આ યોગ્ય છે?

31 January, 2020 02:05 PM IST  |  Mumbai

થપ્પડનો લુક શૅર કરીને તાપસી પન્નુએ પૂછ્યું, શું પ્રેમમાં આ યોગ્ય છે?

તાપસી પન્નુ

તાપસી પન્નુએ ‘થપ્પડ’નો ફર્સ્ટ લુક શૅર કરીને સવાલ કર્યો છે કે શું પ્રેમમાં આ યોગ્ય છે? આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે. આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તાપસીની સાથે રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, તન્વી આઝમી અને રામ કપૂર પણ જોવાં મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘ક્યા યે બસ ઇતની સી બાત હૈ? ક્યા પ્યાર મેં યે ભી જાયઝ હૈ? યે ‘થપ્પડ’કી પહેલી ઝલક હૈ.’

taapsee pannu bollywood news entertaintment