જોઈ લો કંગના રનોટનો ક્લાસિકલ ડાન્સરનો લુક

03 February, 2020 03:01 PM IST  |  Mumbai

જોઈ લો કંગના રનોટનો ક્લાસિકલ ડાન્સરનો લુક

કંગના રનોટ

કંગના રનોટનો ‘થલાઇવી’નો ક્લાસિકલ ડાન્સરનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં આ વર્ષે ૨૬ જૂને રિલીઝ થવાની છે. ફિલ્મને સાઉથનો વિજય ડિરેક્ટ કરી રહ્યો છે. તો ફિલ્મને વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેશ સિંહ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે કંગના અથાક મહેનત કરી રહી છે. ફિલ્મના સેટ પરના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

kangana ranaut bollywood news entertaintment