આવી રહી છે જાહ્‌નવીની સ્પેશ્યલ એન્ટ્રી સાથે તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા 2

04 April, 2026 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ મુજબ આની સીક્વલમાં શાહિદ અને ક્રિતી ફરી તેમનાં જૂનાં પાત્રોમાં જોવાં મળશે. સાથે જ ફિલ્મમાં જાહ્‍નવી કપૂરની સ્પેશ્યલ એન્ટ્રીની પણ ચર્ચા છે. આ સીક્વલ ફિલ્મની વાર્તા ત્યાંથી આગળ વધશે જ્યાં પહેલો ભાગ પૂર્ણ થયો હતો.

આવી રહી છે જાહ્‌નવીની સ્પેશ્યલ એન્ટ્રી સાથે તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા 2

શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની સીક્વલ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા 2’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ૨૦૨૪માં રિલીઝ થયેલી ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ સાયન્સ-ફિક્શન રોમૅન્ટિક કૉમેડી હતી અને એને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ લગભગ ૭૫ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને એણે અંદાજે ૧૩૩.૬૪ કરોડ રૂપિયા જેટલું બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું હતું. 
રિપોર્ટ મુજબ આની સીક્વલમાં શાહિદ અને ક્રિતી ફરી તેમનાં જૂનાં પાત્રોમાં જોવાં મળશે. સાથે જ ફિલ્મમાં જાહ્‍નવી કપૂરની સ્પેશ્યલ એન્ટ્રીની પણ ચર્ચા છે. આ સીક્વલ ફિલ્મની વાર્તા ત્યાંથી આગળ વધશે જ્યાં પહેલો ભાગ પૂર્ણ થયો હતો. જોકે મેકર્સે હજી સુધી સ્ટોરી વિશે વધુ વિગતો ગુપ્ત રાખી છે. હાલમાં ફિલ્મના સ્ક્રિપ્ટિંગ પર કામ ચાલી રહ્યું છે અને આશા છે કે ઑગસ્ટ સુધી સ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે. મેકર્સ ૨૦૨૭ના પ્રથમ ભાગમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

kriti sanon shahid kapoor janhvi kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood upcoming movie