અક્કી છે આઇડિયા ચોર : તેલુગુ ઍક્ટર-ડિરેક્ટરનો આરોપ

22 November, 2011 10:14 AM IST  | 

અક્કી છે આઇડિયા ચોર : તેલુગુ ઍક્ટર-ડિરેક્ટરનો આરોપ



આ મુદ્દે વાત કરતાં આદિત્ય કહે છે કે ‘મેં રાઇટર્સ અસોસિએશનમાં ૧૮ નવેમ્બરે આ કૉન્સેપ્ટ રજિસ્ટર્ડ કરાવ્યો હતો અને આના પરથી અક્ષય ફિલ્મ બનાવી રહ્યો છે એ જાણીને મને બહુ આંચકો લાગ્યો છે. લોકોને લાગશે કે આમાં સ્ટાર સંકળાયેલો હોવાથી હું પબ્લિસિટી મેળવવા વિવાદ ઊભો કરી રહ્યો છું, પણ એવું નથી. હું ઇચ્છું છું કે હકીકતની લોકોને ખબર પડે.’

પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં આદિત્ય કહે છે કે ‘મેં કૉન્સેપ્ટ રજિસ્ટર્ડ કરાવ્યો એના ત્રણ જ દિવસમાં અક્કીએ આ ફિલ્મની જાહેરાત કરી એનો સીધો મતલબ એ છે કે તેણે મારા આઇડિયાની ઉઠાંતરી કરી છે. હું છેલ્લા સાત મહિનાથી આ કૉન્સેપ્ટ પર કામ કરી રહ્યો છું અને ત્રણ જ દિવસમાં એની ઉઠાંતરી થઈ જાય તો મને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. મેં મારા આ કૉન્સેપ્ટ વિશે પ્રોજેક્ટ-ડિઝાઇનર સહિત કેટલાક લોકો સાથે વાત કરી હતી અને મને લાગે છે કે આમાંથી જ કોઈકે વાત લીક કરી હશે. જે થયું છે એનાથી મને બહુ દુ:ખ પહોંચ્યું છે. મેં આ વિશે રાઇટર્સ અસોસિએશનમાં ફરિયાદ નોંધાવી છે. જોઈએ હવે આગળ શું થાય છે?’ આ મુદ્દે અક્ષયકુમારે કોઈ પણ કમેન્ટ કરવાનું ટાળ્યું છે.