તેજસ્વી અને કરણે સાથે મળીને દુબઈમાં ઘર ખરીદ્યું

20 November, 2022 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે તેજસ્વીએ લગભગ એક કરોડ રૂપિયાની લક્ઝુરિયસ AudiQ7 કાર ખરીદી હતી

તેજસ્વી અને કરણ

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ સાથે મળીને દુબઈમાં ઘર ખરીદ્યું છે. આ તેમની પહેલી પ્રૉપર્ટી છે. એને તેઓ સપનોં કા મહલ કહી રહ્યાં છે. આ બન્ને ‘બિગ બૉસ 15’માં સાથે દેખાયાં હતાં અને ત્યારથી જ તેમની વચ્ચે રિલેશન વધુ મજબૂત બન્યાં છે. કરણે પણ થોડા સમય પહેલાં બાંદરામાં ૨૦ કરોડ રૂપિયાનો આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ વર્ષે તેજસ્વીએ લગભગ એક કરોડ રૂપિયાની લક્ઝુરિયસ AudiQ7 કાર ખરીદી હતી. હવે બન્નેએ દુબઈમાં સાથે મળીને ઘર ખરીદ્યું હોવાના સમાચાર વહેતા થયા છે. તેમને એ ઘરની ચાવી પણ આપવામાં આવી છે. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ જોતાં તેમના ફૅન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. હવે તેમના ફૅન્સની નજર તેમનાં લગ્ન પર મંડાયેલી છે કે ક્યારે તેઓ લગ્ન કરે છે.

entertainment news bollywood news karan kundra