22 February, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશની ‘ટૉક્સિક’નું હાલમાં ટીઝર લૉન્ચ થયું
૧૯ માર્ચે રિલીઝ થનારી યશની ‘ટૉક્સિક’નું હાલમાં ટીઝર લૉન્ચ થયું છે. આ ટીઝર પછી એવી ચર્ચા ચાલી હતી કે ફિલ્મમાં યશ ડબલ રોલમાં છે. કહેવાય છે કે આ રોલ યશની કરીઅરનો સૌથી ચૅલેન્જિંગ રોલ છે. ‘ટૉક્સિક’ના લેટેસ્ટ ટીઝરમાં આક્રમક અંદાજમાં દેખાતું એક પાત્ર ‘આઇ ઍમ હોમ ડૅડી’ કહે છે. આ ડાયલૉગ પછી ફૅન્સમાં ઉત્સુકતા વધી ગઈ હતી કે આ પાત્ર કોણ છે. હવે મેકર્સે ખુલાસો કર્યો છે કે આ પણ યશનું જ એક અલગ પાત્ર છે, જે ફિલ્મમાં તેની બીજી ઓળખ દર્શાવે છે. આમ ‘ટૉક્સિક’માં યશ ડબલ રોલમાં છે અને આ વિરોધાભાસી વ્યક્તિત્વો જ ફિલ્મના ડબલ રોલનું મુખ્ય આકર્ષણ બનશે.
મેકર્સના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તા સામાન્ય સસ્પેન્સ-થ્રિલરથી ઘણી વિશેષ છે. યશનાં બે પાત્રો દ્વારા એક બહારથી શાંત દેખાતો અને બીજો અંદરથી ઊકળતો સ્વભાવ દર્શાવવામાં આવશે. આ હાઈ-પ્રોફાઇલ પ્રોજેક્ટમાં ડબલ રોલ યશની અભિનયક્ષમતાને એક નવી ઊંચાઈ આપશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.