સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ નું ટીઝર થયું રિલીઝ

27 December, 2019 06:39 PM IST  |  Mumbai

સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ નું ટીઝર થયું રિલીઝ

ફિલ્મ જવાની જાનેમન

સૈફ અલી ખાન સ્ટારર જવાની જાનેમનનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સૈફ અલી ખાન સાથે તબુ અને આલિયા ફર્નિચરવાલા પણ સામેલ છે. આ ફિલ્મને નિતિન કક્ક્ડે ડિરેક્ટ કરી છે. 1999માં આવેલ ફિલ્મ હમ સાથ સાથ હૈંફિલ્મ બાદ તબુ અને સૈફ ફરી સાથે આ ફિલ્મથી સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મથી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા ડેબ્યુ કરી રહી છે. ફિલ્મ 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે. તે જ દિવસે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરપણ રિલીઝ થવાની છે.




આ ફિલ્મમાં સૈફ અલી ખાન પિતાના રોલમાં છે અને આલિયા ફર્નિચરવાલા તેની દીકરીના રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ચંકી પાંડે
, રમીત સાંધુ પણ સામેલ છે. આ ફિલ્મને જેકી ભગનાનીનાં પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈન્મેન્ટ’, સૈફ અલી ખાનનાં બ્લેક નાઈટ ફિલ્મ્સઅને જય શિવાકરમાણીનાં નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સકો-પ્રોડ્યૂસ કર્યું છે.

bollywood gossips bollywood news bollywood saif ali khan