દોઢ દિવસનો બ્રેક અને બાવીસ સીનમાં ચેન્જ

11 November, 2019 02:04 PM IST  |  Mumbai | Rashmin Shah

દોઢ દિવસનો બ્રેક અને બાવીસ સીનમાં ચેન્જ

રોશનીને થઈ ઈજા

સોની ટીવી પર આવતી અને ઑડિયન્સમાં પૉપ્યુલર થયેલી ‘તારા ફ્રૉમ સાતારા’ની લીડ સ્ટાર રોશનીના કારણે હમણાં પ્રોડક્શન ટીમથી માંડીને રાઇટર ટીમ બરાબરની ધંધે લાગી હતી. બન્યું એવું કે સિરિયલમાં ચાલી રહેલા ડાન્સ કૉમ્પિટિશનના એક સીનમાં રોશનીએ ડાન્સ કરવાનો હતો, જે કરવા જતાં રોશનીનો પગ મચકોડાઈ ગયો અને તેને જબરદસ્ત પીડા ઊપડી. રોશનીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી. પ્રોડક્શન ટીમને શક હતો કે રોશનીને મેજર ઈજા થઈ હોઈ શકે છે, પણ ભગવાનની દયાથી રોશનીના િલ‌ગામેન્ટમાં સ્વેલિંગ આવ્યું અને તેને એક વીકનો સંપૂર્ણ બેડરેસ્ટ સજેસ્ટ કરવામાં આવ્યો. જોકે ડેઇલી સોપમાં આરામનું કોઈ નામ હોતું નથી.
રોશનીની ઈજાના કારણે પ્રોડક્શન ટીમે રોશનીને દોઢ દિવસનો બ્રેક આપ્યો અને સ્ક્રિપ્ટના બાવીસ સીનમાં એવા ચેન્જ કર્યા કે જેમાં તેનો પાટાપિં‌ડી કરેલો પગ દેખાય નહીં અને તે બેઠાં-બેઠાં આ સીન કરી શકે. રોશની માટે તાત્કાલિક એવી ઊંચી ચૅરની પણ વ્યવસ્થા કરવામાં આવી જેના પર તે બેઠી હોય તો પણ ઑડિયન્સને એવું જ લાગે કે તે ઊભી-ઊભી વાત કરે છે.

tv show