કોરોના સામે ઇન્શ્યૉરન્સ લેનારી પહેલી ફિલ્મ બની શકે છે તાપસીની લુપ લપેટા

10 July, 2020 09:45 PM IST  |  Mumbai | Agencies

કોરોના સામે ઇન્શ્યૉરન્સ લેનારી પહેલી ફિલ્મ બની શકે છે તાપસીની લુપ લપેટા

તાપસી પન્નૂ

તાપસી પન્નુની ‘લુપ લપેટા’ હવે કોરોનાને કવર કરનારી પહેલી ફિલ્મ બની શકે છે. આ દિશામાં ફિલ્મમેકર્સ અતુલ કસ્બેકર અને તનુજ ગર્ગ લીગલ એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ જર્મનીની ‘રન લોલા રન’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં તાહિર રાજ ભસીન પણ જોવા મળશે. ફિલ્મના ઇન્શ્યૉરન્સ વિશે અતુલ કસ્બેકરે કહ્યું હતું કે ‘અમે લીગલ એક્સપર્ટ આનંદ દેસાઈ સાથે આ સંદર્ભે ચર્ચા કરી રહ્યા છીએ. કોવિડ-19, ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સની જેમ કવર કરી શકે છે કે નહીં એ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. અત્યાર સુધી ફિલ્મોનાં શેડ્યુલ દરમ્યાન ઍક્ટરની બીમારી અને કુદરતી આફતને કવર કરવા સુધી સીમિત હતી. કોરોના આપણા માટે નવું જ છે. અમે હજી સુધી એની ડીટેલ્સ મેળવી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે જો કોઈ ક્રૂ-મેમ્બર પૉઝિટિવ મળી આવ્યો તો પૂરી ટીમને ક્વૉરન્ટીન કરવી પડી શકે છે. એ કેસમાં તો પ્રોડ્યુસર્સને જ નુકસાન ઉઠાવવું પડી શકે છે. હજી આ દિશામાં ઘણાંબધાં જમા પાસાં છે. સાથે જ ફિલ્મના સેટ પર ઓછી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવશે. ફિલ્મમેકર્સને કેટલાક લોકો પર વિશ્વાસ હોય છે. એવું પણ બની શકે છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન જો ડિરેક્ટરને પૉઝિટિવ ટેસ્ટ આવી તો શૂટિંગ અટકાવવું પડે છે. જ્યાં સુધી તે રિકવર ન થાય ત્યાં સુધી અથવા તો બીજું કોઈ રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી કેવી રીતે કામ થઈ શકે છે? આ બધા પોઇન્ટ્સ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તનુજ અને હું ઇન્શ્યૉરન્સના ડ્રાફ્ટ પર ચર્ચા કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે જલદી જ આનો ઉકેલ નીકળે.’

bollywood bollywood news bollywood gossips taapsee pannu