25 September, 2025 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
અનુપમ ખેરે ડિરેક્ટ કરેલી ‘તન્વી ધ ગ્રેટ’ ૨૬ સપ્ટેમ્બરે રીરિલીઝ થવાની છે. આ ફિલ્મ બે મહિના પહેલાં ૧૮ જુલાઈએ રિલીઝ થઈ હતી પણ ત્યારે ‘સૈયારા’ના જુવાળમાં એ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. આ ફિલ્મ ૯૮મા ઍકૅડેમી અવૉર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની ટોચની ત્રણ દાવેદારોમાંની એક હતી.
આ ફિલ્મના કેન્દ્રમાં દિવંગત આર્મી પિતાના સિયાચીન ગ્લૅિસયર પર ધ્વજને સલામી આપવાના અધૂરા મિશન પર નીકળતી તન્વી રૈના નામની ઑટિઝમ ધરાવતી એક ઉત્સાહી યુવા છોકરીની સાહસયાત્રા છે.