Tandavના મેકર્સે લીધો નિર્ણય, હટાવવામાં આવશે વિવાદિત સીન

20 January, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Tandavના મેકર્સે લીધો નિર્ણય, હટાવવામાં આવશે વિવાદિત સીન

તસવીર સૌજન્ય મિડ-ડે

સ્ટાર્સથી ભરપૂર વેબસીરિઝ તાંડવ રિલીઝ થતાં જ વિવાદોમાં ફસાઇ ગઈ. સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા, તિગ્માંશુ ધૂલિયા અને સુનીલ ગ્રોવર જેવા સિતારા સીરિઝમાં અભિનય કરી રહ્યા છે. સીરિઝ એમેઝૉન પ્રાઇમ પર જોઇ શકાય છે. સીરિઝના કેટલાક વિવાદિત સીન વિરુદ્ધ લોકોમાં ખૂબ જ નારાજગી છે. લોકોએ ફક્ત ફિલ્મ બૉયકૉટ કરવાની વાત કરી, પણ એફઆઇઆર પણ નોંધાવી દીધી છે. એવામાં મુશ્કેલીઓ વધી અને મામલો સૂચના તેમ જ પ્રસારણ મંત્રાલય પાસે પહોંચી ગયો.

અલી અબ્બાસ ઝફરે માગી માફી
વિવાદ સતત વધવા પર સીરિઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફરે લોકોને કોઇપણ શરત વગર માફી માગી લીધી છે. આની સાથે જ તેમણે મંગળવારે નિવેદન જાહેર કરી વિવાદિત સીન હટાવવાની વાત પણ કરી છે.

અલી અબ્બાસ ઝફરે કર્યું આ ટ્વીટ
અલી અબ્બાસ ઝફરે પોતાના નવા ટ્વીટમાં લખ્યું, "અમે દેશવાસીઓની ભાવનાઓનું સમ્માન કરીએ છીએ. અમારી ઇચ્છા કોઇપણ જીવિત કે મૃત વ્યક્તિ, જાતિ, સમુદાય, ધર્મ, પૉલિટીકલ પાર્ટી, સંસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નહોતી. તાંડવની કાસ્ટ અને ક્રૂએ નિર્ણય લીધો છે કે વિવાદિત સીન્સ, જેને લઈને લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે, તેમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. આ મામલે મળેલા સમર્થન માટે અમે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના પણ આભારી છીએ. જો અમારી ઇચ્છા વિરુદ્ધ પણ આ સીરિઝને કારણે કોઇકનું અંતર દુઃભાયું હોય તો અમે ફરી એકવાર માફી માગીએ છીએ."

અલી અબ્બાસ ઝફરે પહેલા કહી હતી આ વાત
આ પહેલા પણ અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું, "કોઇની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય નહોતો, પણ જો કોઇકની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો આની માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ."

આ સીનને લઈને થયો હતો વિવાદ
જણાવવાનું કે, કેટલાક લોકોએ એમેઝૉન વેબ સીરિઝ મેકર્સ પર હિંદુ દેવતાઓના અપમાન કરવાનો આરોપ મૂક્યો. આ બધો મામલો સીરિઝમાં બતાવેલા એક સીનથી શરૂ થયો છે. હકીકતે, એક સીનમાં બૉલીવુડ એક્ટપ મોહમ્મદ જીશાન આયૂબ રંગમંચ પર ભગવાન શિવના પાત્રમાં જોવા મળે છે. આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પર આવે છે. આ આખી ઘટનાને JNU મામલે જોડવામાં આવી છે. આ દરમિયાન ભગવાન શિવના પાત્રમાં ઉભા રહેલા એક્ટર જીશાન આયૂબ ગાળ આપે છે.

આ પ્રકારના ચિત્રણથી હિંદૂ સંગઠનો ખૂબ જ નારાજ થઈ ગયા હતા. સીરિઝ સાથે જ જીશન આયૂબને પણ ટ્રોલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો જાણીજોઇને હિંદુઓ અને હિંદુ ધર્મને ટારગેટ કરવામાં આવે છે.

bollywood bollywood news bollywood gossips web series entertainment news