કમલ હાસનની વેલ્ફેર ક્લબના સભ્યો તામિલનાડુમાં ૨૫ તળાવ સાફ કરશે

08 November, 2014 04:33 AM IST  | 

કમલ હાસનની વેલ્ફેર ક્લબના સભ્યો તામિલનાડુમાં ૨૫ તળાવ સાફ કરશે

 

ગઈ કાલે સાઠ વર્ષના થયેલા કમલ હાસને માધમબક્કમ તળાવને સાફ કરવાની ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. તેની વેલ્ફેર ક્લબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દેશનાં જળાશયોની સફાઈ બહુ જ જરૂરી છે અને આ કામ યુદ્ધના ધોરણે થવું જોઈએ. આપણાં બધાં તળાવો ગટર અને ગંદકીનો ગંજ બની ગયાં છે. એમાં પરિવર્તન થવું જોઈએ અને આ જળાશયોના સંવર્ધનનું મહત્વ સમાજે સમજવું જોઈએ.’