તામિલનાડુ:પિતા-પુત્રના મોત પર બોલીવુડે દુઃખ વ્યક્ત કરતાં માગ્યું ન્યાય

27 June, 2020 02:46 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

તામિલનાડુ:પિતા-પુત્રના મોત પર બોલીવુડે દુઃખ વ્યક્ત કરતાં માગ્યું ન્યાય

પ્રિયંકા ચોપરા

તાપસી પન્નૂ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડીસૂઝા, વીર દાસ અને પ્રિયંરા ચોપરાએ પોલીસની ક્રૂરતા વિરુદ્ધ અવાજ ઉઠાવતાં ન્યાયની માગ કરી છે. બધાંએ આ સમાચારની નિંદા કરતાં પોલીસના આ વર્તનને અમાનવીય કહી છે.

તામિલનાડુના તૂતીકોરિન જિલ્લામાં પોલીસની બર્બરતાને કારણે એક પિતા અને તેના દીકરાનું મોત થયું છે. ચર્ચાઓથી એ પણ ખબર પડી છે કે પોલીસ કસ્ટડીમાં તેમની સાથે ક્રૂરતાપૂર્વક યૌન ઉત્પીડન પણ કરવામાં આવ્યું હતું. તામિળનાડુના જયરાજ અને તેમમા દીકરા ફેનિક્સની કહાનીએ આખા દેશને મોટો ઝાટકો આપ્યો છે. એવામાં સાઉથ સ્ટાર્સ સહિત હવે બોલીવુડના સેલેબ્સ પણ આ બાબતે વાતો કરી રહ્યા છે. સાથે જ ન્યાયની માગ પણ કરી રહ્યા છે.

તાપસી પન્નૂ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, વીર દાસ અને પ્રિયંકા ચોપરાએ પોલીસની ક્રૂરતા વિરુદ્ધ અવાજ ઉઠાવતાં ન્યાયની માગ કરી છે. બધાએ આ સમાચારની નિંદા કરતા પોલીસના આ વર્તનને અમાનવીય કહ્યું છે. સાથે જ કહ્યું કે આ પિતા-પુત્રના ગુનેગારોને સજા મળવી જોઇએ. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે સોશિયલ મીડિયા પર #JusticeforJayarajAndFenix ટ્રેન્ડ થઈ રહ્યું છે. જુઓ કયા સેલેબે શું કહ્યું, :

પ્રિયંકા ચોપરા

તાપસી પન્નૂ

રિતેશ દેશમુખ

જેનેલિયા દેશમુખ

વીર દાસ

સુચિત્રા

આ છે આખી ઘટના
જયરાજ અને તેમના દીકરી ફેનિક્સને 19 જૂનના લૉકડાઉન દરમિયાન પોતાના મોબાઇલ એસેસરીઝની દુકાનને ખુલી રાખવાને કારણે સથાનકુલમ પોલીસ દ્વારા પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસે તેમની સાથે ક્રૂરતા કરી જેને કારણે તેમના મોત થયા. દીકરાનું 22 જૂનના કોવિલ પટ્ટી જનરલ હૉસ્પિટલમાં મોત થયું. તો તેના પિતાનું નિધન 23 જૂનની સવારે થયું.

bollywood bollywood news bollywood gossips priyanka chopra tamil nadu